કોરોનામાં કચ્છનું વહીવટીતંત્ર ખડેપગે

  • સંકલનપૂર્વક તંત્ર સેવા માટે સજજ : પ્રજાજનો પણ આપે સહકાર : ઈન્ચાર્જ કલેકટરનો અનુરોધ

રેમડેસિવર ઈન્જેકશન, ઓકિસજન, ઓકિસજનયુકત બેડ તથા આગામી ૧લી મેથી શરૂ થતી વેકિસનેશન ઝુંબેશ બાબતે ઈન્ચાર્જ કચ્છ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ મીડીયા મારફતે કચ્છીજનોને કર્યા અવગત

ગાંધીધામ : જિલ્લામાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે તંત્ર પણ દિવસ-રાત જાગી લોકોને સારી આરોગ્ય સેવા મળે તે માટે પ્રયાસો કરી રહ્યું છે ત્યારે જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાય નહીં તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.કોરોનાની મહામારીમાં કચ્છીજનોને નહીવત તકલીફ થાય અને દર્દીને સારામાં સારી અને સુલભ સારવાર મળતી થાય તે માટે કચ્છનુ વહીવટીતંત્ર તમામ સક્ષમ પ્રયત્નો કરી રહ્યુ હોવાનો વિશ્વાસ જીલ્લા વિકાસ અધિકારી તથા ઈન્ચાર્જ કલેકટર શ્રી ભવ્ય વર્માએ ગત રોજ મીડીયા મારફતે કચ્છની પ્રજાને વિશ્વાસ અપાવ્યો હતો. કચ્છમાં રેમડેસિવરના જથ્થાની કેાઈ જ અછત નથી. પુરતા અને ડીમાન્ડ અનુસાર ઈનજેકશનો મળી રહયા છે. ગત રોજ પણ ૭૦૦ ઈન્જેકશનો આવ્યા હતા તે પૂર્વ અને પશ્ચિમ કચ્છના બે ભાગમાં વહેચી દેવામા આવ્યા છે. પૂર્વ કચ્છના ચાર તાલુકાઓને માટેનુ વિતરણ વ્યવસ્થા અંજાર ખાતે રાખવામા આવી છે. સંક્રમિત કેસોની સંખ્યા ગાંધીધામ અંજારમા વધારે છે પણ નંબર ઓફ હોસ્પિટલ્સ પશ્ચિમ કચ્છમાં વધારે હોવાથી ૬૦ ટકા પશ્ચિમ કચ્છમાં જયારે ૪૦ ટકા પૂર્વ કચ્છમાં ઈન્જેકશનો વિતરણ કરવાનુ નકકી કરાયુ છે. ઈન્જેકશનો જી આર અનુસાર પ્રથમ દિવસે બે વાયલ અને પછીના ત્રણ દીવસે એક-એક વાયલ એમ ચાર દીવસમાં છ વાયલ આપવા વ્યવસ્થા સરકારની સુચના અનુસાર અપાઈ રહયા છે. આ તબક્કે તેઓએ ઓકિસજનના જથ્થાને લઈને પણ સાર્વજનિક વિગતો આપતા કહ્યુ હતુ કે, કચ્છની ૪૮૦૦થી પ૦૦૦ ઓકિસજન સિલિન્ડર રીફીલીંગની રીસોર્સ સાથેની ક્ષમતા રહેલી છે. જેની સામે પર્યાપ્ત જથ્થો હાલના સમયે મળી જ રહ્યો હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. લીકવીડ ઓકિસજનનો જથ્થો કચ્છને વધુ મળતો થાય તેવા પ્રયાસો કરવામા આવી રહ્યા છે. કચ્છના ઓકિસજન પ્લાન્ટ ર૪ કલાક રાઉન્ડ ધ કલોક શરૂ હોવાથી કયારેક એકાદ પ્લાનટમા સહજ રીતે ટેકનલીકલ ક્ષતી થવા પામે તો ઘટ્ટની રાડ પડી જતી હોય છે પણ વાસ્તવીકતા એ છે કે, જથ્થો પુરતો મળી જ રહ્યો છે. કચ્છ પાસે હાલમા ૮૦ વેન્ટીલેટર છે, જેમા ર૮ ઈન્સટોલ કરી દેવાયા છે. ૧પ જેટલા જી.કે.ને વધુ આપવામા આવશે. લીકવીડ ઓકીસજન માટેનો ઓર્ડર અપાઈ ગયો છે. વેન્ટીલેટરના વપરાશ માટેનો એકસપર્ટ ટેકનીકલ સ્ટાફ અને મેડીકલ નિષ્ણાંતોની જરૂર પડે જે માટેની પ્રક્રીયા પણ ચાલુમાં જ છે. કચ્છ યુનિ.ખાતે બનેલી સમરસ કોવિડ કેરમા વેન્ટલીેટર નિષ્ણાંતોના અભાવે આપી નથી શકાતા.ઓકિસજન હાલમા ૪પ જેટલી કોવિડ ડેજીગ્હોસ્પિટલને પુરો પાડવામા આવી રહ્યો છે. કચ્છના ઈન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ કહ્યુ હતુ કે, મહામારીએ સર્વત્ર હાહામાર મચાવ્યો છે, વધુને વધુ લોકોને-દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે સંકલનપૂર્વક સેવા કરવા તંત્ર સજજ છે, પ્રજાજનો પણ સ્થિતી અને સંજોગને સમજે તો આ મહામારીના કપરાકાળમાં સૌ સારી રીતે સફળતાથી પાર થઈ જઈશુ તેવા અનુરોધ સાથે વિશ્વાસ દર્શાવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં ૪પ૦૦ થી પ૦૦૦ ઓક્સિજન સિલીન્ડર રિફીલીંગની કેપેસિટી છે, જે હવે મેડિકલ માટે વપરાશે તેવો નિર્ણય લેવાયો છે. બીજી તરફ કોવિડ હોસ્પિટલો, ઓક્સિજનના ઉત્પાદક અને વિક્રેતાઓ સાથે સંકલન સાધવામાં આવ્યું છે, જેથી હોસ્પિટલોને હવે પૂરતો જથ્થો મળી રહેશે, જેથી ઓક્સિજન ઘટની સમસ્યા મહદઅંશે નિવારી શકાશે. રેમડેસિવીર ઈન્જેક્શન બાબતે જણાવ્યું કે, આજે ૭૦૦ વાયલ આવ્યા છે, જે પૈકી ર૮૦ અંજાર સીએચસી અને બાકીના ભુજથી વિતરીત કરાયા છે. ઈન્જેક્શનની પણ કોઈ સમસ્યા નથી. ૧લી મેથી ૧૮ વર્ષથી વધુના લોકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે ત્યારે તે માટે પણ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મહત્તમ લોકો રસી મૂકાવે તે માટે અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવાઈ છે. મહત્ત્વની બાબત એ છે કે હાલમાં માત્ર ભુજ ખાતે આરટીપીસીઆર લેબ કાર્યરત છે, પરંતુ હવે ગાંધીધામમાં પણ આ લેબ શરૂ થવા જઈ રહી છે.ડીડીઓ ભવ્ય વર્માએ જણાવ્યું કે, આરટીપીસીઆર લેબ ટેસ્ટ કરવાના મશીનમાં ત્રણ કમ્પોનેન્ટ હોય છે, જે પૈકી ત્રીજો કમ્પોનેન્ટ ગાંધીધામમાં આવી ગયો છે. બાકીના બે પાર્ટ દિલ્હીમાંથી ખરીદી કરવાના છે, જેની ડિલીવરી શનિ-રવિવારે થઈ જાય તેવી શક્યતા છે, જેથી સોમ-મંગળવારથી ગાંધીધામમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ થશે તેવું ઉમેર્યું હતું.નોંધનીય છે કે, ગાંધીધામમાં પણ ટેસ્ટીંગ શરૂ થવાથી ભુજ લેબ પર ભારણ ઘટશે. ઉપરાંત ઝડપથી રિપોર્ટ આવશે તો મહત્તમ લોકોને સમયસર સારવાર મળી શકશે. ઉપરાંત ઓક્સિજન અને ઈન્જેક્શનની સમસ્યા પણ હવે હલ થઈ રહી છે.

ગુગલ સીટ તૈયાર કરી રહ્યા છીએ,કલીક પર મળી જશે માહીતી
કોરોના સલગ્ન ઓકિસજન બેડ સહિતની ઉપલબ્ધાની સેન્ટ્રાલાઈઝ માહીતી મળી રહે, ખોટી ભાગદોડ ન થાય તે દીશામાં ચાલી રહ્યુ છે કામ
ગાંધીધામ : સરકાર અને વહીવટીતતંત્ર દ્વારા કોરોનામાં તમામ સેવાઓ પુરીપાડવાને માટે પ્રતિબદ્ધ છે તેમ છતા પણ લોકોને હોસ્પીટલોમાં બેડ ન મળતા હોવાની રાવ સામે આવી રહી છે ત્યારે હવે કલેકટરનો કાર્યભાર સંભાળનારા ડીડીઓશ્રી વર્માએ કહ્યુ હતુ કે, ગુગલમાં એક સીટ તૈયાર કરાવી રહ્યા છીએ, જેમાં ઓટુ બેડની સહિતની કઈ હોસ્પિટલમાં કેટલી ઉપલબ્ધતા છે તેની માહીતી સતત અપડેટ કરતા રહીશુ, તે માહીતીને જિલ્લા પંચાયતની એપથી પણ જોડી દઈશુ, એટલે કઈ હોસ્પિટલમાં કેટલી ઓકીસજન યુકત પથારીઓ ખાલી છે તેની માહીતી આંગળીના ટેરવે જોઈ શકાશે અને તેનુ ડેટા પણ સંકલિત થતો રહેશે. આ માટે સામેપક્ષે હોસ્પિટલો પણ માહીતીઓ અપડેટ કરતા રહેવાનો સહકાર આપવાનો રહેશે અને તે માટે હોસ્પિટલોએ પણ હકારાત્મકતા જ દાખવી હોવાના શ્રી વર્માએ જણાવ્યુ હતુ.

ઓકિસજન સપ્લાયર્સ-પ્રોડયુર્સ-ડીલર્સનુ ંસંકલન વધારી દીધું છે
ગાંધીધામ : શ્રી વર્માએ રેમડેસિવરની સાથોસાથ જ કચ્છમાં ઓકીસજન પ્લાન્ટ, સપ્લાય-ડીલર્સ સહિતનાઓમાં કયાંક રહી ગયેલ સકંલનના અભાવનીકડીનુ ખુદએ આ તમામની સાથે વીસી કરી અને પૂર્ણ કરાવી દીધી છે. ચોકકસ હોસ્પિટલ અમુક એક અથવા બે ચોકકસ ડીલર્સથી જ જથ્થો મેળવે તેવી પણ વ્યવસ્થાઓ કરવામા આવી રહી છે.

કાસેજમાં સિલિન્ડર બનાવવાના અટકેલા કામ મુદે વડોદરાથી રો મટીરીયલન્સ મેળવવા હરકતમાં

હાલમાં સિલિન્ડરનો જથ્થો પુરતો છે, ડીલર્સ પાસે પણ અમુક અનામત પડયા છે, છતા ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને લઈને આ બાબતે યોગ્ય તબક્કે રજુઆત કરીશુ : શ્રી વર્મા
ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનને બે યુનિટ દ્વારા ઓકિસજન સિલિન્ડર નિર્માણની તૈયારીઓ દર્શાવાઈ હતી અને આ યુનિટ ૧૦૦૦થી વધુ સિલિન્ડર બનાવવાની ક્ષમતા ધરાવી રહયા છે પણ આ કામ શરૂ કર્યાના તબક્કે જ વડોદરાથી તેઓને અપાતા ઓકિસજનના રો મટીરીયલ્સની અછત સામે આવવા પામી ગઈ છે. અને આ કામ ખોરંભે ચડી ગયુ છે તે બાબતે ડીડીઓશ્રીને પુછતા તેઓએ કહયુ હતુ કે, હાલમા સિલિન્ડરની ઘટ્ટ નથી, છતા ભવિષ્યના ચિત્રને જોતા આ કામ અટકેલુ હશે તો યોગ્ય તબક્કે તેની રજુઆત કરી અને ઉકેલ લાવવાની દીશામાં પણ જરૂરથી પ્રયત્નો હાથ ધરવામા આવશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી.

પૂર્વ કચ્છમા લીલાશા કુટીયા કોવિડ કેર પર અમારૂ પુરતું ધ્યાન-પ્રાથમિકતા છે
ગાંધીધામ : કોરોનાના કપરા કાળમા પૂર્વ કચ્છમાં લીલાશા કુટીયા કોવિડ કેર સેન્ટરનુ માળખુ તંત્રને માટ પણ રાહતરૂપ છે. શ્રી વર્માએ કહયુ હતુ કે, અહી સ્થાનિકની સામાજિક સંસ્થાઓ પણ મદદરૂપ થઈ રહી છે. મેડીકલ અને નર્સીગ નિષ્ણાંત સ્ટાફની જરૂરીયાત રહેલી છે તેનો તંત્રને અંદાજ છે અને જરૂરી વ્યવસ્થાઓ માટે પ્રાથમિકતાના ધોરણે કરવામા આવી રહી છે. બે ડોકટર્સ મુકાયા છે અને અન્યો માટેની વ્યવસ્થાઓ પણ પાઈપલાઈન હેઠળ જ હોવાનુ શ્રી વર્માએ જણાવ્યુ હતુ.

ડીડીઓની પ્રેસની સાથે સાથે…
• જામનગરથી લિકવીડ ઓકિસજનનો જથ્થો આવશે, તે બાદ સિલિન્ડરની ઉત્પાદન ક્ષમતા પણ વધારવામા આવશે • વેન્ટીલેટર સલગ્ન જવાબદારી ડે.ડીડીઓ શ્રી પ્રજાપતિને સોપાઈ •- રસીકરણની કામગીરીનો હવાલો ડો.પ્રેમકુમાર કન્નેરને સોપાયો

૧ મેથી કચ્છમાં વેકસીનેશન ઝૂંબેશનો આરંભ

ડો.પ્રેમકુમાર કન્નર કચ્છમાં રસીકરણના રહેશે નોડેલ અધિકારી : ભીડભાડવાળી જગ્યાઓ, મોલ્સ સહિતના સ્થળોએ ઉભા કરાશે કેન્દ્રો : કેન્દ્ર પર પણ રજીસ્ટ્રેશન કરાવીને લઈ શકાશે રસી

ગાંધીધામ : આગામી ૧મેથી ૧૮વર્ષથી ઉપરનાઓને માટે પણ રસીકરણની ઝુંબેશ હાથ ધરવામા આવી રહી છે તેનો વધુને વધુ લોકો લાભ લે તે માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હેાવાનુ શ્રી વર્માએ જણાવ્યુ હતુ. આ કામગીરીના નોડેલ અધિકારી શ્રી પ્રેમકુમાર કન્નર રહેશે. ભીડભાડ રહેતી જગ્યાઓના સ્થળોએ રસીકરણના કેન્દ્રો ઉભા કરવામા આવશે જે વધુમા વધુ લોકોને સુલભ બની રહે.

સીએચસી કક્ષાએ તથા ૭૪ પીએચસીઆઈસોલેશન સેન્ટર ટુંકમા જ થઈ જશે તૈયાર
ગાંધીધામ : કચ્છમાં કોરોનાના સંક્રમિતોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ઠેર-ઠેર લોકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર પ્રયત્નશીલ છે ત્યારે હાલમાં ૭૪ જેટલા પીએચસી સેન્ટરો કાર્યરત છે અને ત્યાં પણ આઈસોલેશન સેન્ટર એટલે કે પ્રાથમિક કોવીડ સલગ્ન સારવાર થઈ શકે અથવા તો કહી શકાય કે જેઓને માઈલ્ડ લક્ષણો છે તેઓને અહી અલયાદી વ્યવસ્થાઓ મળી રહે તે માટેના સ્થળો નકકી કરી લેવાયા છે અને ટુંકમાં જ અહી આઈસોલેશન સેન્ટર ઉભા કરી દેવાશે.

ઈન્ચાર્જ કલેકટરશ્રીની પ્રેસનો મહત્વપૂર્ણ આંકડાકીય એકસ-રે

•કચ્છમાં વેન્ટીલેટર ૮૦ આવ્યા, ર૮ ઈન્સટોલ થયા, ભુજની જી.કે જનરલ હોસ્પિટલને વધુ ૧પ વેન્ટીલેટર અપાશે • જી.કે.જનરલ હોસ્પિટલમાં ૪થો ઓકિસજન પ્લાન્ટ લગાવવાની તૈયારીઓ તેજ • ૪પ હોસ્પિટલોને અલગ તારવીને ઓકિસજન આપવામાં આવશે •હાલમાં ૧૩૦૦ ઓટુ બેડ છે જેમાથી ૧૧૦૦ બેડ ભરાઈ ગયા છે • સરકાર છુટ અપાયા બાદ વધુ ૮૦ હોસ્પિટલો કોવિડ માટે આગળ આવી છે અ કચ્છમાં ઓકિસજનના છ ઉત્પાદક, આઠ ડીલર્સ છે.• કચ્છમાં આવતા રેમડેસિવર ઈન્જેકશનોનો ૬૦ ટકા જથ્થો પશ્ચિમ કચ્છ અને ૪૦ ટકા પૂર્વ કચ્છને અંજારમાથી કરાશે વિતરણ • કચ્છ માટે ર૦૦ અને મોરબી માટે રરપ સિલિન્ડર્સ રિઝર્વ રખાયા• કચ્છમાં રવિવાર બાદ ત્રણ આરટીપીસીઆર લેબ કાર્યરત કરી દેવાશે• પીએચસીની ૭૪ અને ૧૬ સીએચસી પૈકીની ત્રણથી ચાર જગ્યાઓ તાલુકા કક્ષાએ કોવિડ કેર સેન્ટર માટે નકકી કરાઈ છે-૧૬૮૮ સાદી પથારીની વ્યવસ્થાઓ વધશે