કોરોનાનો કેરઃ આસામના સાત જિલ્લામાં આજથી સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે

(જી.એન.એસ.)ગૌહાટી,દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ઓછી થઇ રહી છે. જો કે હજું પણ દેશમાં એવા અનેક રાજ્યો છે, જ્યાં નોંધાતા કેસમાં ઘટાડો નથી જોવા મળી રહ્યો. મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિત ૮ રાજયોમાં કોરોનાની રફતાર ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન આસામના સાત જિલ્લામાં સંપૂર્ણ તાળાબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આસામના સાત જિલ્લામાં આવતીકાલથી આગામી નોટિસ ન આપવામાં આવે ત્યાં સુધી લોકડાઉન રહેશે. કર્ફ્યૂનો કડક અમલ કરાવવામાં આવશે. રેસ્ટોરંટ, દુકાનો, ખાનગી અને સરકારી પરિવહન બંધ રહેશે. આ ઉપરાંત આવતીકાલથી ઈન્ટર સ્ટેટ મૂવમેંટ પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે આસામમાં કોરોનાના એક્ટિવ કેસ ૨૩૫૯૦ છે. જ્યારે ૪,૯૧,૫૬૧ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. આસામમાં ૪૬૮૩ લોકોના કોરોનાથી મોત થયા છે.