કોરોનાનો કહેરઃઅમદાવાદના આરટીઓમાં એક સાથે ૩૦ કર્મચારી પોઝિટિવ

Blood sample tube positive with COVID-19 or novel coronavirus 2019 found in Wuhan, China

(જી.એન.એસ)અમદાવાદ,સુભાષબ્રિજ આરટીઓમાં ઇન્સ્પેક્ટર સહિત ૩૦ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થવાથી કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળે છે. આરટીઓમાં રોજના એક હજારથી વધુ લોકો આવે છે, જેથી અરજદારો માટે એક સપ્તાહ પ્રવેશબંદી કરવા એસોસિએશને માગ કરી છે.આરટીઓમાં મોટાભાગની કામગીરી ઓનલાઇન હોવા છતાં અરજી અટવાઈ હોય,આરસી બુક, વાહન ફિટનેસ, વાહન ટ્રાન્સફર અને લાઇસન્સના કામ માટે અરજદારોને આરટીઓમાં રૂબરૂ જવું પડે છે. સુભાષબ્રિજ આરટીઓમાં કોરોનાની મહામારી વચ્ચે પણ રોજના ૧ હજાર લોકો આવે છે. જેના લીધે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આરટીઓમાં ૩૦ કેસ છે. રોજ એક-બે કેસ આવી રહ્યાં છે. આરટીઓમાં ૧૬૦નું મહેકમ છે, જેમાં ૪૦ ઇન્સ્પેક્ટરો છે. હાલ ૧૩થી વધુ ઇન્સ્પેક્ટરો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સંક્રમણ ઘટાડવા માટે આરટીઓએ વાહન વ્યવહાર વિભાગ સમક્ષ રજૂઆત કરી નથી અને આરટીઓમાં કામગીરી ચાલુ રાખી છે. સરકારે ૫૦ ટકા કર્મચારીની સંખ્યા ઘટાડવા કરેલા નિર્ણયનું પાલન થતું નથી.હજુ બે દિવસ પહેલાં જ સહકાર વિભાગમાં નાયબ સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ૨૬ વર્ષીય ચિરાગ સોલંકીનું કોરોનાથી અવસાન થયું હતું, જ્યારે ૬ દિવસ પહેલાં જ વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ નિધન થયું હતું. ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે.ઓગસ્ટ ૨૦૨૦માં સરકાર દ્વારા ૫૮ IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં એમ. કે. નાયક ( IPS )ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ગત ૩૧મી માર્ચથી દાખલ હતા અને સારવાર દરમિયાન ૧૨મા દિવસે તેમનું મોત નીપજ્યું હતું.ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી સ્થિતિ અતિગંભીર બની છે. કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા અન્ય સરકારી કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યાં છે. એવામાં સચિવાલય કેમ્પસમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત આવી રહ્યા છે. ત્યારે ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનું કોરોનાને કારણે અવસાન થયું છે. સચિવાલય કેમ્પસમાં માત્ર ત્રણ જ સપ્તાહમાં ર્જીં, ડ્ઢઅ.ર્જીં સ્તરના આ પાંચમા અધિકારીનુ અવસાન છે.