કોરોનાનો અભ્યાસ – અનુભવ પ્રાપ્ત પોષ્ટ ગ્રેજ્યુએટ ઉતીર્ણ તબીબો સમાજની મૂડી

અદાણી મેડીકલ કોલેજ ભુજ અનુસ્નાતક વર્ગોના ૪૧ વિદ્યાર્થીઓ પાસ થતાં સો ટકા પરિણામ : ગાયનેક વિભાગના ડો. સ્નેહલ કુકડિયા ૭૪.૬૦ ટકા સાથે પ્રથમ

ભુજ : અદાણી મેડિકલ કોલેજ ભુજના ૪૧ અનુસ્નાતક વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષના તેમના અભ્યાસક્રમ પૈકી કોરોનાકાળના વિપરીત સમયમાં પણ રાતદિવસ જાેયા વિના અભ્યાસ કરી સો ટકા પરિણામ હાંસલ કરતાં ભુજ-કોલેજનું ગૌરવ તો વધાર્યું છે, પણ સમાજ માટે આગામી સમયમાં તેઓની મૂડી પુરવાર થશે.
કચ્છ યુનિ. દ્વારા ૨૧મી જૂનથી ૧૮મી જુલાઇ દરમિયાન લેવાયેલી પરીક્ષામાં ગાયનેક વિભાગના તબીબ ડો. સ્નેહલ કુકડિયાએ સૌથી વધુ ૭૪.૬૦ ટકા હાંસલ કરી સમગ્ર કોલેજમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તો બીજી તરફ એનેસ્થેસિયાના સૌથી વધુ ૬, રેડિયોલોજી, જન.મેડીસીન, ઓર્થો અને પીડિયાટ્રિક્સના ૫-૫, જન.સર્જરીના ૪, ગાયનેક અને બાળરોગના ૩-૩, તેમજ ઓપ્થલના ૨ અને રેસ્પિરેટરીના તેમજ સ્કીન તથા ઇ.એન.ટી.ના પાસ થયેલા એક ઉચ્ચ તબીબોનું સમાજમાં આગવું સ્થાન રહેશે.
આ તમામ ઉતીર્ણ વિધાર્થી-કમ-તબીબોને અભિનંદન આપતા કોલેજના ડિન ડો. એ.એન. ઘોષ, એડિ. ડિન.ડો. એન.એન. ભાદરકા, જી.કે.ના ચીફ. મેડી. સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ અભિનંદન આપતા કહ્યંું કે, ઉચ્ચ તબીબી સેવામાં કદમ માંડતા આ તબીબો સમાજની અસ્કયામત છે. સબંધિત વિભાગના અભ્યાસ સાથે કોરોનાનો અનુભવ તેમના માટે વિશેષ ભાથું સાબિત થશે. અત્રે નોધવું જાેઈએ કે મેડિસિન, એનેસ્થેસિયા અને રેસ્પિરેટરીના આ વિદ્યાર્થી-કમ-તબીબોએ કોરોનામાં દર્દીની સીધી સારવાર કરી છે. તો રેડિયોલોજી અને પેથોલોજી વિભાગે પણ સિટીસ્કેન તથા લેબ ટેસ્ટના નવા આયામો જાેયા છે. એવું જ ગાયનેક અને પીડિયાના વિદ્યાર્થીઓને દરેક બાબતને નજીકથી જાેવાની તક મળી છે. કોરોનાની અસર તો શરીરના પ્રત્યેક અંગમાં હોવાથી ઓર્થો વિભાગને આનુષંગીક અભ્યાસ કરવાની તક મળી તો ઇએનટી અને ઓપ્થલ કોરોના ઉપરાંત મ્યુકરમાઇકોસિસનો પણ અભ્યાસ કર્યો છે.