કોરોનાને ડામવા ગુજરાત સરકાર સજજ

image description

 • જાનગરમાં સમીક્ષા સં૫ન્ન : હવેે કચ્છમાં પડાવ

સીએમ વિજયભાઈ-ડે.સીએમ નીતિનભાઈની સતર્કતા સરાહનીય

જામનગર : કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ.ગુજરાતમાં કોરોનાનો ફુંફાડો વ્યાપક બની જવા પામી ગયો હોવાની સ્થીતી સર્જાતી જોવાઈ રહી છે. રાજયના મહાનગરો ઉપરાંત હવે ગામડાઓ અને શહેરોમા ંપણ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ત્યારે આ બીમારીની સામે ગભરાવવાની કોઈ જરૂર નથી, સરકાર લોકોની મદદે આવવા તમામ સક્ષમ પ્રયાસો કરી રહી છે તેવો સંદેશો આપવાની દીશામાં ગુજરાતના મુખ્યપ્રધાન અને ઉપમુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તથા નીતીનભાઈ પટેલ આજ રોજ જામનગર ખાતે દોડી ગયા છે અને આજ રોજ સવારના ૧૧ કલાકથી જ તેઓએ જામનગર ખાતે અધિકારી-ચુંટાયેલા પદાધીકારીઓ સહિતનાઓની સાથે કોરોનાની સ્થિતીને જોતા સમીક્ષાત્મક બેઠકો યોજી દીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર જામનગરમાં પાછલા સાત દિવસથી દૈનિક ૩૦૦ પોઝીટીવ કસો આવવા પામી રહ્યા છે. જેના કારણો આજ રોજ સીએમ અને ડે.સીએમ દ્વારા સ્થાનિકેથી જાણ્યા છે, આ ઉપરાંત કોરોના મુદ્દે કેર સેન્ટર, પથારીઓ વધારવી, રેમડેસીવર ઈન્જેકશનો ઉપલબ્ધ કરાવવા, વેન્ટીલેટર, ઓકસિજન સહિતની વ્યવસ્થાઓ પુરી પાડવાની દીશામાં પણ જરૂરી દીશાનિર્દેશો સ્થાનિક તંત્રને આપ્યા છે. ગુજરાતનામુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તથા નીતિનભાઈ પટેલ દ્વારા આ તબક્કેથી જામનગરવાસીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે કોરોનાને નાથવા માટે રાજય સરકાર તમામ મોરચે સજજ છે. લોકો પણ સ્વયં શિસ્ત પાડે. એસએમએસને અનુસરે તેવી અપીલ પણ કરી હતી. નોધનીય છે કે, આજ રોજ જામનગર ખાતે સમીક્ષાત્મક બેઠક યોજયા બાદ સીએમ અને ડે.સીએમ કચ્છ તરફ જવા પ્રસ્થાન કર્યુ હતુ. જેમાં મુખ્યમંત્રીશ્રીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ,ટેસ્ટિંગ,ટ્રેસિંગ,કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો,બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર,રેમડેસિવિર ઈન્જેકશન ,સારવારની સુવિધા,આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ, મેયર શ્રી બીનાબેન કોઠારી, સાંસદ શ્રી પૂનમ માડમ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ,ખાસ ફરજ પરના અધિકારીશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી,મહાનગરપાલિકા કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી,રેન્જ આઇજીશ્રી,જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.

 • રૂપાણી સરકારનો મોટો નિર્ણય
  ગાંધીનગર : કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે હવે આજ રોજ રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. કોરોનાના કેસોને પહોચી વડવા માટે રાજય સરકાર દ્વારા પ૦ નવી એમ્બ્યુલન્સની ખરીદી કરવાનો નીર્ણય લઈ લીધો છે. ૧૦૮ને આજે રપ એમ્યુલન્સ ફાળવવામા આવશે અને રપ એમ્બયુલન્સ અમદાવાદને ફાળવવામાં આવી રહી છે.
 • કોરોના સામે સુવ્યવસ્થા સ્થાપવા સરકાર સંકલ્પબદ્ધ : રૂપાણી

બિનજરૂરી ઘર બહાર ન નીકળો-વેકિસન જરૂર લ્યો : સીએમની અપીલ

જામનગરમાં સમીક્ષા બેઠક બાદ સીએમએ મીડીયાને કર્યુ સંબોધન

જામનગર : આજ રોજ જામગનર ખાતે કોરોનાને લઈને સમીક્ષાત્મક બેઠક યોજયા બાદ સીએમ વિજયભાઈ રૂપાણીએ મીડીયાની સાથે વાત કરતા કહ્યુ હતુ કે, આપણે જાણીએ છીએ કે દરેક જગ્યાએ આખોઆખા કુટુંબને કોરોના થયો છે. અને તાત્કાલીક બધી સારવાર મળી રહે તે માટે રાજય સરકારે દરેક જિલ્લાઓમા હોસ્પિટલો, દવાખાનાઓ, સુસજજ કર્યા છે. ૧પમી માર્ચે આપણી પાસે ૪૧ હજાર બેડ હતા આજે ૧પમી એપ્રીલે ૭પ હજાર બેઠ રાજય સરકારે એક માસમાં બીજા બેડનો વધારો કરી દીધીો છે. બેડ વધારવા માત્ર ખાટલા પાથરવાના નથી હોતા, ઓકસિજનની વ્યવસ્થા, ત્રણ સિફટમાં મેડીકલ-પેરામેડીકલ સ્ટાફની બધી જ વ્યવસ્થાઓ આપણે ઉભી કરી છે. ૭૮ હજાર બેડ તાત્કલીક ઉભા કરવામા આવ્યા છે. ભવિષ્યમાં ૧પ દીવસમાં ૧૦ હજાર બેડ નવા ઉભા કરી રહ્યા છીએ. માઈલ્ડ દર્દી ઘરમાં જ સારવાર લે. શ્વાસની તકલીફ હોય, શ્વાસ ચડતા હોય, કોર્મબીડ હોય તેને બેડની પ્રાયારોટી અપાશે. રેમડેસીવર ઈન્જેકશન સરકારી હોસ્પિટલમાં અપાઈ છે, ખાનગી હોસ્પિટલ કોવિદના દર્દીઓને ઈન્જેકશન આપીએ છીએ, ભવિષ્યમાં વધુ ઉપલબ્ધ જથ્થો થશે, તો આપણેપ્રાઈવેટમાં પણ રેમડેસિવર અપાશે. ઉત્પાદકો સાથે સંપર્કમાં છીએ.સંક્રમિતો અને મૃત્યુનો આંક સતત વધ્યો છે, મૃત્યુ પામેલા લોકોને સ્મશાન કે કબ્રસ્તાનમાં દરેક જિલ્લામાં આયોજનપૂર્વક નિકાલ થાય તેની વ્યવસ્થા કરાઈ છે, એમ્બયુલન્સ-શબવાહીનીમાં વધારો કરી દીધો છે, ર૦ શહેરોમાં ૧૦ કલાકનો કફર્યુ, સીટી સ્કેન ૩૦૦૦ રૂપિયાથી વધુ કોઈ લઈ નહી શકે તેવા કડક નિર્ણયો પણ સરકારે કર્યા છે. આજે જામનગરના અધિકારીઓ સાથે બેઠક કરી આંકલન કર્યુ છે. રાજય સરકારે ખાત્રી આપી છે કે, જામનગરને જે જરૂરીયાત હશે તે સરકાર પુરી પાડશે. સૌરાષ્ટ્રમાં જામનગર-રાજકોટ બે મોટા સેનેટરો છે, જુની હોસ્પિટલો અહી હોવાથી હોસ્પિટલની અહી પ્રતિષ્ઠા છે, આ બધી વ્યવસ્થાઓ સુનિશ્ચિત બને તેની જવાબદારી છે, ઈરવિન, ગુરૂગોવિદસિહ હોસ્પિટલને જે જરૂર હશે તેની મદદ કરવાની સરકારે બધી છુટ આપી છે. વિજયભાઈએ કહ્યુ કે અત્યારે ૧૬૦૮ બેડ તૈયાર છે, સોમવારે ૩૭૦ બેડ તૈયાર થઈ જશે તેવી ખાત્રી આપી છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશનને જમવાની વ્યવસ્થાઓ સોપી છે. સામાજિક સંસ્થાઓ રેડક્રોસ સોસાયટીથી માંડી અને જામનગરની અનેક સંસ્થાઓએ પણ દર્દીઓ માટે-સગાસબંધીઓ માટે અનેક સંસ્થાઓ પોતાની વાડીઓ-મકાનોની વ્યવસ્થાઓ કરી છે. આ સેવાયજ્ઞમાં લોકભાગીદાર થાય તે માટે પણ પ્રયત્નો કરવા જોઈએ. વેન્ટીલેટર આખાય ગુજરાતમાં ભારત સરકારની મદદથી આપણે આપી રહ્યા છીએ. અત્યાર સુધીમાં જામનગરમાં વધારાના ૬૦ વેન્ટીલેટર મોકલી દેવાયા અને બીજા પણ ટુંક સમયમાં આપી દેવામા આવશે. ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા વધતી જાય છે જેથી દર્દીઓને જગ્યાઓ સરળતાથી મળી રહે તે માટે ૪૦૦થી વધુ ખાનગી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ. આવનારા દીવસોમા ખંભાળીયા હોસ્પિટલને સુસજજ કરવામા આવે. ધન્વંતરી હોસ્પિટલ અને બાકીની ખાનગી હોસ્પિટલમાં બેડ વધારવાની સુચનાઓ અપાઈ ગઈ છે. આર્યુવેદીક જે દવાઓ ઉકાળા વ્યાપક પ્રમાણમાં વીતરણ થાય તેનો નિર્ણય કરવામા આવ્યો છે. ઈમ્યુનીટી વધે, રોગપ્રતિકારક શકિત વધે તો સંક્રમણમાં લોકો ઓછા આવે તે પ્રકારે પણ પ્રયત્નો કરવામા આવી રહ્યા છે.

જામનગરમાં છેલ્લા ૭ દિવસથી સરેરાશ ૩૦૦ પોઝિટીવ કેસો આવતા મુખ્યપ્રધાન-ઉપમુખ્યપ્રધાન ખુદ ધસી જઈ, અધિકારીઓ સાથે યોજી તત્કાળ બેઠક : કોરોનાની સ્થીતીનો મેળવ્યો તાગ : તમામ સુવિધાઓ યુદ્ધના ધોરણે ઉપલબ્ધ કરાવવા તંત્રને આપ્યા જરૂરી સુચન : લોકોને પણ સ્વયં ભુ જાગૃત બનવા કરી અપીલ

 • સીએમ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય :ઓકસીજન પ્લાન્ટ પર સરકારની રહેશે સીધી નજર
  ગાંધીનગર : ઓકિસજનની અછત હાલના સમયે વર્તાતી જેાવાઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન સીએમ રૂપાણીએ આજે વધુ એક મોટો નીર્ણય લીધો છે અને ઓકસિજનની અછત નિવારાઈ છે. સીએમએ કહ્યુ છે કે, ઓકસીજન પ્લાન્ટ પર સરકારનુ સીધુ જ મોનીટરીંગ રહેશે. દરેક ઓકસીજન પ્લાન્ટ પર એક અધીકારીની નિમણુક કરવામા આવી રહી છે. ઓકસીન સપ્લાય કરનારા વાહન પર પોલીસ સીધી નજર રાખશે. હાલમા ગુજરાતમા ૮૦૦ મેટ્રીક ટન ઓકસિજનની જરૂરીયાત રહેલી છે. કોરોના લીધે ઓકસિજનની જરૂરીયાત વધી છે. હાલમાં અન્ય રાજયોને ગુજરાત ઓકસિજન નહી મોકલે.
 • કુંભમેળામાં ગયેલા ભાવિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે : વિજયભાઈ રૂપાણી
  જામનગર : સીએમ આજ રોજ જામનગર ખાતે બેઠક યોજયા બાદ કહ્યુ હતુ કે, કુંભમેળાનુ સમાપન કરી દેવાયુ છે અને ત્યાથી ગુજરાતમાં પરત આવનારા ભાવિકોના તમામે તમામ જિલ્લાના હશે તેઓના કોરોના ટેસ્ટ કરવામા આવશે અને કોવિદની ગાઈડલાઈન તેઓને અનુસરવાની રહેશે.