કોરોનાને કારણે ભારતમાં થનાર ૨૦૨૨ કોમનવેલ્થ શૂટિંગ અને તીરંદાજી ચેમ્પિયનશિપ રદ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,કોરોના મહામારીને કારણે ભારતમાં થનાર ૨૦૨૨ કોમનવેલ્થ શૂટિંગ અને તીરંદાજી ચેમ્પિયનશિપને રદ કરી દીધી છે. આ નિર્ણય રાષ્ટ્રમંડલ ખેલ મહાસંઘ (ઝ્રય્હ્લ)ના સહયોગથી ભારતીય રાષ્ટ્રમંડળ ખેલના કાર્યકારી બોર્ડે લીધો છે. ઝ્રય્હ્લ અધ્યક્ષ લુઈસ માર્ટિને કહ્યું કે, અમે નિરાશ છીએ કે ૨૦૨૨ રાષ્ટ્રમંડળ તીરંદાજી અને શૂટિંગ ચેમ્પિયનશિપ હવે નહીં થાય. હાલની સ્થિતિઓમાં જો કે આ યોગ્ય નિર્ણય છે.૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સ ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં ૨૮ જુલાઈથી ૮ ઓગસ્ટ વચ્ચે થનાર છે. તેમાંથી શૂટિંગને નીકાળી દેવામાં આવ્યું હતું. તે ભારતનો પરંપરાગત ખેલ છે. જેમાં દેશને મહારત હાંસલ છે. તેવામાં ભારતે કોમનવેલ્થનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ધમકી બાદ શૂટિંગ અને આર્ચરીને ચંદીગઢમાં રમાડવાની સહમતિ બની હતી. જો કે હવે તે રદ થઈ ગયો છે.
ઈન્ટરનેશનલ શૂટિંગ ફેડરેશન, વર્લ્ડ આર્ચરી અને ભારત સરકાર વચ્ચે ચેમ્પિયનશિપ કરાવવાને લઈ સહમતિ બની હતી. આ બંને ચેમ્પિયનશિપ જાન્યુઆરી ૨૦૨૨માં થનાર હતી. આ બંને ચેમ્પિયનશિપ કોમનવેલ્થ ગેમ્સથી ઠીક ૬ મહિના પહેલા થવાની હતી.