કોરોનાના વધતા કેસને કારણે ફિલ્મ ’થલાઈવી’ની રિલીઝ ડેટ મોકૂફ

(જી.એન.એસ)મુંબઈ,દેશમાં કોરોના વાયરસના કેસ ખુબ જ વધી રહ્યા છે. જેના પગલે કંગના રનૌતની આવનારી ફિલ્મ ’થલાઈવી’ને લઈને નિર્માતાઓએ મોટો નિર્ણય કર્યો છે. કોરોના મહામારીના પગલે ફિલ્મની રિલીઝ પાછી ઠેલવવામાં આવી છે. તમિલનાડુની દિગ્ગજ પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ અભિનેત્રી જે.જયલલિતાની જિંદગી ઉપર આધારિત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના પછી ચાહકો આ ફિલ્મને લઈને ખુબ જ એક્સાઈડ છે. જો કે નિર્માતાઓએ કોરોના કેસોમાં ધરખમ વધારો થતા ફિલ્મની રિલીઝની તારીખ ફરી કેન્સલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી અને કોવિડના કેસ ફરી એક વખથ વધતા થિએટર્સને બંધ કરવાની ફરજ પડી છે.નિર્માતાઓએ આ વાતને લઈને પોતાનું નિવેદન જાહેર કરતા કહ્યું, ડિયર ઓડિયંસ, અમે ખુબ જ નસીબદાર છીએ કે ફિલ્મ ’થલાઈવી’ના ટ્રેલરને તમારો જોરદાર રિસ્પોન્સ અને પ્રેમ મળ્યો છે. એક ટીમ તરીકે આ ફિલ્મ બનાવવામાં અમે ખુબ જ મહેનત અને ત્યાગ કર્યો છે અને અમે અમારી કાસ્ટ, ક્રૂના દરેક સભ્યોના આભારી છીએ જેમણે દરેક સ્થિતિમાં અમને સપોર્ટ કરતા આને એક શાનદાર સફર બનાવી છે.નિર્માતાએ જણાવ્યું, ફિલ્મએ અલગ-અલગ ભાષામાં બનાવવામાં આવી છે એટલા માટે અમે વિચારીએ છીએ કે તમામ ભાષામાં એક સાથે રિલીઝ કરવામાં આવે. પરંતુ લોકડાઉન અને કોરોના મહામારીના પગલે રિલીઝ ડેટને હાલ મોકૂફ રાખવામાં આવી રહી છે. નિર્માતાએ લખ્યું કે, જો કે અમારી ફિલ્મ ૨૩ એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ અમે સરકારના નિયમો અને શરતોનું પાલન કરવા માંગીએ છીએ અને એટલા માટે જ થલાઈવીની રિલીઝ ડેટ હાલમાં મોકૂફ રાખી રહ્યા છીએ.જણાવી દઈએ કે આ ફિલ્મ ક્યારે રિલીઝ કરવામાં આવશે એ વાતને લઈને નિર્માતાઓએ કોઈ જ ઉલ્લેખ કર્યો નથી. હવે કંગના રનૌતની વાત કરીએ તો અભિનેત્રીએ ડંકાની ચોટ ઉપર કહ્યું હતું કે આ ફિલ્મની રિલીઝ ડેટમાં કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે અને દર્શકોને આ ફિલ્મ નક્કી કરલી તારીખે જ જોવા મળશે.