કોરોનાના નવા પોઝિટીવ કેસ માટે દરેક જિલ્લામાં નાની હોસ્પિટલની વ્યવસ્થા ઉભી કરો

ગુજરાત રેડક્રોેસના ચેરમેને મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરી માંગ

ભુજ : કોરોનાના નવા પોઝિટીવ કેસ સામે આવી રહ્યા છે ત્યારે દરેક જિલ્લામાં નાની હોસ્પિટલની વ્યવસ્થા ઉભી કરી સંભવિત ત્રીજી લહેરને અટકાવવા ગુજરાત રેડક્રોસના ચેરમેને મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે. ચેરમેન ડૉ. ભાવેશ આચાર્યે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કોરોનાના નવા પોઝિટીવ કેસ હાલ સામે આવી રહ્યા છે, જેના માટે દરેક જિલ્લામાં આધુનિક સગવડસભર એક નાની હોસ્પિટલની વ્યવસ્થા ઉભી કરવી જાેઈએ, જેમાં કોરોનાના દર્દીઓને નિયમ મુજબ દાખલ કરી સંપૂર્ણ અલગ રાખી તેને ખોરાક, ફોન સહિતની સગવડ આપવાની દર્દી સ્વૈચ્છાએ વ્યવસ્થા સ્વીકારશે. ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ જ તેને હોસ્પિટલની બહાર જવાની છૂટ આપવી જાેઈએ, જે દર્દી કોરોના પોઝિટવ આવ્યો છે તેના કુટુંબીજનોને કડક રીતે હોમ ક્વોરેન્ટાઈન કરવા જાેઈએ. ઘરની બહાર એક પોલીસ ગોઠવી નિયમની અમલવારી કરાવવી જાેઈએ અને જરૂરત પૂરી કરવા પરિવારના સભ્યોની મદદ કરવી જાેઈએ તેમજ સાત દિવસ પછી આરટીપીસીઆર નેગેટીવ આવે તો જ ઘરની બહાર નીકળવા દેવા જાેઈએ તેવી વ્યવસ્થા ઉભી કરવાની કોરોનાના સંક્રમણની ફેલાવાની શક્યતા નહીંવત થઈ જશે. કોરોના મહારાષ્ટ્રમાં ફેલાતા હજાર કેસની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે, જેથી તેને અટકાવવા ઉપરોક્ત પદ્ધતિનો અમલ કરવા માંગ કરાઈ છે.