કોરોનાનાકાળમાં ૧વિનંતી કચ્છની કર્મઠ પોલીસને..! : આવા રખડુ-બહાદુરોને કોવિદવોર્ડમાં ર૪ કલાકની કરો સજા

સુધરો, જરા સહેજ તો વિચારો, સરકાર-પોલીસતંત્ર, લોકડાઉન કે કોરોનાની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી કરાવે છે તે કોના માટે છે? તેમાં પોલીસને શુ ફાયદો થવાનો છે? બેફિકરાઈ છોડો, ગંભીર બનો, કોરોના કોઈનો સગો નથી થતો, આતંકવાદી કરતા પણ વધુ ઘાતક છે આ બીમારી : કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરીને આપણે કોરોના વોરિયર્સને પણ પીડા વધારી રહ્યા છીએ, પોતાના બાળ-બચ્ચા-પરીવાર અને ખુદના જીવની પરવા કર્યા વિના કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ બજાવી રહ્યા છે સેવા..!

ભુજ હોય કે, ગાંધીધામ-અંજાર હોય કે, અન્ય બીજું શહેર, બરમુડા પહેરીને ફેશનનુ પ્રદર્શન કરનારા, અથવા તો પાનની પીચકારીઓ મારવાના શોખીનો આડેધડ બહાર નીકળી પડે છે, આ બધા માને છે કે, કોરોના તેમનુ શુ બગાડી લેશે ?, એટલે પોલીસ આવા તત્વોને અથવા તો માસ્ક ન પહેરનારાઓને દંડની સજા કરવાના બદલે કોરોનાના દર્દીઓ જયા સારવાર લઈ રહ્યા રહ્યા હોય તેમની સાથે ર૪ કલાક રહેવાની અને આવા દર્દીઓની સારવાર-સેવા કરવાની તક આપે, તો જ કફર્યુ અને સ્વૈચ્છીક લોકડાઉન છતા રખડવા નીકળી પડનારાઓની શાન આવશે ઠેકાણે..!

ગાંધીધામ : કોરોનાની મહામારી માજા મુકી રહી છે, સરકાર નિયંત્રણ લાદવા તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ જયાં સુધી લોકજાગૃતી નહી આવે, કોરોનાની ગાઈડલાઈનને અનુસરવામાં નહી આવે ત્યાં સુધી આ મહામારીની ચેઈન બ્રેક કરવી ખુબજ કપરી બની રહે તેમ છે. કોરોનાની મહામારીમાં ફ્રન્ટલાઈન વોયિર્સ જીવના જોખમે સતત ખડેપગે તૈનાત છે.ખુદના બાળ-બચ્ચા અને પરીવારજનો તથા પોતાના જીવના જોખમે પણ સરકારની માર્ગદર્શિકાની કડક અમલવારી કરાવી રહ્યા છે. તેવા જ એક પોલીસકર્મચારીઓ પણ છે કે જેઓ ગરમી-તાપમાં પણ માસ્કના પહેરનારાઓથી લઈ અને રાત્રીકફર્યુના ભંગ કરનારા સહિતનાઓને દંડી રહ્યા છે. આજે આવી જ કચ્છની કર્મઠ પોલીસને એક નમ્ર વિનંતી આ માધ્યમથી કરવાની છે.કોરોના મહામારી માજા મુકી રહી છે, સંપૂર્ણ લોકડાઉન લદાયું તો કફોડી સ્થિતી સર્જાશે, સરકાર સ્વેચ્છીક લોકડાઉન પર ભાર મુકી રહી છે, કચ્છમાં પણ વીકેન્ડથી લઈ અને રાત્રી તથા અલગ અલગ રેતી સ્વયં ભુ લોકડાઉનો જાહેર કરાયા છે, છતા ભુજ હોય કે ગાંધીધામ-અંજાર હોય કે અન્ય બીજું શહેર, બરમુડા પહેરીને ફેશનનુ પ્રદર્શન કરનારા, અથવા તો પાનની પીચકારીઓ મારવાના શોખીનો આડેધડ બહાર નીકળી પડે છે, આ બધા માને છે કે, કોરોના તેમનુ શુ બગાડી લેશે, એટલે પોલીસ આવા તત્વોને અથવા તો માસ્ક ન પહેરનારાઓને દંડની સજા કરવાના બદલે કોરોનાના દર્દીઓ જયા સારવાર લઈ રહ્યા રહ્યા હોય તેમની સાથે ર૪ કલાક રહેવાની અને આવા દર્દીઓની સારવાર-સેવા કરવાની સજા કરે તે વધારે ઈચ્છનીય લાગી રહ્યુ છે. જે વગર કામે અને વગર માસકે રોડ પર નીકળે છે તેવા લોકોને મારશો નહી પણ તેવા લોકોને કોવિડ પેશન્ટોની દેખરેખમા રાખો, કારણ કે આ લોકો એવા બહાદુર છે કે એવુ માની રહ્યા છે કે, તેઓને કોરોનાથી કશુ નહી થાય.ભુજ-ગાંધીધામ જેવી શિક્ષિણ અને ભણેલા ગણેલા શહેરના લોકો કોરોનાની ગાઈડલાઈનના ભંગ કરતા પડકાઈ રહ્યા હોય ત્યારે બીજુ શુ કહેવુ જ રહ્યુ..! સુધરો, જરા સહેજ તો વિચારો, સરકાર-પોલીસતંત્ર, લોકડાઉન કે કોરોનાની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી કરાવે છે તે કોના માટે છે? તેમાં પોલીસને શુ ફાયદો થવાનો છે?બેફિકરાઈ છોડો, ગંભીર બનો, કોરોના કોઈનો સગો નથી
થતો, આતંકવાદી કરતા પણ વધુ ઘાતક છે આ બીમારી :કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરીને આપણે કોરોના
વોરિયર્સને પણ પીડા વધારી રહ્યા છીએ, પોતાના બાળ-બચ્ચા-પરીવાર અને ખુદના જીવની પરવા કર્યા વિના કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ બજાવી રહ્યા છે સેવા..