કોરોનાથી સાજા થયા બાદ જોવા મળી રહી છે હાડકા ગળવાની ભયંકર બીમારી

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,કોરોના વાયરસના કારણે લોકોમાં સંક્રમણથી બહાર આવ્યા બાદ બીજી અન્ય સમસ્યાઓ જોવા મળી રહી છે. હાલમાં જ મ્યુકરમાઇકોસિસના અનેક કેસ સામે આવ્યા. તો હવે એવેસ્કુલર નેક્રોસિસ એટલે કે બોન ડેથના કેટલાક કેસ સામે આવ્યા છે. એવેસ્કુલર નેક્રોસિસમાં હાડકાં ગળવા લાગે છે. આવું એ માટે થાય છે, કેમકે બોન ટિશ્યૂ સુધી બ્લડ યોગ્ય રીતે નથી પહોંચી શકતું.મુંબઈમાં એવેસ્કુલર નેક્રોસિસના ઓછામાં ઓછામાં ત્રણ કેસ સામે આવ્યા છે. ડૉક્ટરોનું માનવું છે કે આગામી કેટલાક વર્ષમાં આવા કેસો વધી શકે છે. બ્લેક ફંગસ અને એવેસ્કુલર નેક્રોસિસના કેસો માટે મુખ્ય કારણ સ્ટીરોઇડ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોવિડ દર્દીઓને સાજા કરવા માટે અનેક કેસોમાં સ્ટીરોઇડ્‌સનો ઉપયોગ કરવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે મુંબઈમાં હિન્દુજા હૉસ્પિટલમાં ૪૦ વર્ષની ઉંમરના ઓછામાં ઓછા ત્રણ દર્દીઓની સારવાર કરવામાં આવી.આ સમસ્યા તેઓ કોરોનાથી સાજા થયા ત્યારબાદ સામે આવી. માહિમમાં આવેલી હિન્દુજા હૉસ્પિટલના ડૉક્ટર સંજય અગ્રવાલે કહ્યું કે, “આમને ફીમર બોન (સાથળના હાડકાંનો સૌથી ઊંચો ભાગ)માં દુઃખાવો થયો. ત્રણેય દર્દીઓ ડૉક્ટર હતા આ કારણે તેમને લક્ષણો ઓળખવામાં સરળતા રહી આવામાં તેઓ તરત સારવાર માટે આવ્યા.” આ બીમારીનું રિસર્ચ પેપર ‘એવેસ્ક્યુલર નેક્રોસિસ-છ પાર્ટ ઑફ લોન્ગ કોવિડ-૧૯ મેડિકલ જર્નલ-મ્સ્ત્ન કેસ સ્ટડી’માં પ્રકાશિત થયું.