કોરોનાથી કણસે છે કચ્છ-ગુજરાત અને ભારત..! : ઝભ્ભાલેંગાધારીઓની હદ વટાવે છે નફફટાઈ..!

  • લાજ શરમ સાવ વેંચી જ ખાધી છે કે શું.?

બંગાળ હિંસા બાદ વિરોધ-ધરણાના ઠેર-ઠેર તાયફા કરનારા રાજકારણીઓ ભણી તીખી ટકોર

બંગાળની હિંસાને લઈને ગુજરાત સહિત થયેલા ધરણા-વિરોધ પ્રદર્શનો સામે વધતી ટીકા : પ્રબુદ્ધવર્ગમાંથી વિરોધ કરનારાઓ સામે ઉઠી રહ્યા છે તરેહ તરેહના સવાલો : કોરોના સિવાયની હાલમાં દેશમો એવી તો કઈ મોટી આફત અને સંજોગો ઉભા થઈ ગયા, કે દેશવ્યાપી ધરણાનુ એલાન આપવુ પડયુ..! : પ્રજાને ઉલ્ટાચશ્મા પહેરાવવાનુ બંધ કરો, બહુ થયુ, મૂર્ખ બનાવવાના નાટક અટકાવો, પ્રજા ખુબ ત્રસ્ત થઈ છે..આવા ત્રાગા-તાયફાથી..!

અસુવીધાના લીધે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે ઘરો બરબાદ થઈ રહ્યા છે. ને પાયમાલ થઈ રહ્યા છે, ફકત સમયસર દવાઓ ન મળવાથી… તેના વિરોધમાં દેખાવો કરતા શું તાવ આવે છે? ફકત બંગાળમાં બેચાર ધોકા પડ્યાને વિરોધકરવા માટે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું..! શું ગુજરાતમાં મરી રહ્યા છે તે માણસો નથી…?

ગાંધીધામ : કચ્છ-ગુજરાત અને ભારત એકતરફ કોરોનાની મહામારીથી કણસે છે, સારવાર-સુવીધાઓના અભાવે ન માત્ર કેસો વધી રહ્યા છે બલ્કે લોકોના ટપોટપ જીવ જઈ રહ્યા છે તેવામાં બીજીતરફ આપણા ઝભ્ભાલેંગાધારીઓ છે કે, લોકોના મોતનો મલાજો પણ જાળવી શકતા ન હોય તેમ સસ્તી અને હલકી રાજનીતી જ કરી રહ્યા હોય તેવો સિનારીયો ઉભો થવા પામી રહ્યો છે જેને પટલ પ્રબુદ્ધવર્ગમાં પણ ભારેભાર આક્રોશ ભભુકી ઉઠયો હોવાનો વર્તારે સામે આવવા પામી રહ્યો છે.સૌ પ્રથમ તો ધરણા કરનારાઓ કહી રહ્યા છે કે, સંજોગો એવા હતા એટલે દેશવ્યાપી ધરણા કરવા પડે તેમ હતા. પરંતુ કોઈને અહી સમજાવો, આવા નિવેદનો આપનારાને કોઈ પુછો, કે કોરોના આફત સિવાય એવા તો કયા મોટા આફતજનક સંજોગા ઉભા થઈ ગયા હતા કે, રાજકારણીઓએ ભેગા થઈને ધરણા કરવાની નોબત આવી પડી? બંગાળની હાર નિખાલશથી પચાવી ન શકવાના લીધે અને ખુદના અહંકાર માત્રને પોષવા હજુય વિરોધ-ધરણાના નામે એકત્રીત થઈ રહ્યા છો અને કોરોનાને ખુલ્લુ આમંત્રણ જ આપી રહ્યા છો.આ બાબતે પ્રબુદ્ધવર્ગમાં થતા કચવાટ અંગેની વાત કરીએ તો ભારતમાં તો કોરોનાને લઈને રાજકારણ અને રાજકારણીઓ જ મોટા કારણભુત બન્યા હોવાનુ મનાઈ રહ્યુ છે. કોઈને કેાઈ કારણોસર મોટાજુથમાં આ ઝભ્ભાલેંગાવાળાઓ ભેગા થવાનુ વલણ છોડયુ જ નહી. જેનાથી કોરોના સતત ફેલાતો જ રહ્યો છે. પ્રજાજનોને કોરોનાથી ગેરમાર્ગે લઈ જવાને માટે એક યા બીજા કારણો ઉભા કરીને મોટી સંખ્યામાં રાજકારણીઓ ભીડ ભેગી કરતા જરહ્યા. સીધી ભાષામાં કહીએ તો તાયફા કરતા જ રહ્યા. કોરોના જેવી મહામારીમાં એકતરફ આબાલવૃદ્ધ સૌ કોઈના જીવ હણાઈ રહ્યા છે, ટપોટપ મોત થવા પામી રહ્યા છે, ત્યોર પ્રજાજનોની જીવ લેવાયા છતા પણ રાક્ષસી માનસીકતાવાળા આ ઝભ્ભાલેંગાવાળા નાટકો અને તાયફાઓ કરવામાં અટકતા નથી? આવી માનસિકતા કેમ આ તત્વોની થઈ છે. માનવતા સાવ કોરાણે જ મુકી દીધી હોય તેમ લાગે છે. સત્તાપર હોવા છતા પણ માત્ર અને માત્ર રાજકીય મહત્વકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને ટોળાશાહી જ કરવામા આવી રહી છે, પ્રજાના જીવ જતા અટકે તે માટે કોઈ જ સચોટ-ઠોસ કદમ ઉઠાવાતા હજુ સુધી દેખાયા નથી? સવાલ થઈ રહ્યો છે કે, માનવતા કયાં મરી પરવારી છે..? હજારોની સંખ્યામા અંતીમધામો-સ્મશાનગૃહોમાં ડેડબોડી-મૃતદેહો પહોચી રહ્યા છે, એટલી હદે કે અંતિમ સંસ્કાર કરવાને માટે કતારમાં ઉભા રહેવાની નોબત આવી જવા પામી છેી, ઓકિસજન કે પછી ઈન્જેકશનો કયાય મળતા નથી., બેડ-પથારીઓ ખાલી નથી, વેન્ટીલેટર નથી મળતા, આ બધી સામગ્રી પ્રજાને સમયસર નહી મળતા મોતનો આંકડો સતત વધી રહ્યો છે, આ તમામને માટે સાચી-સચોટ રજુઆતો કરવી, સરકાર સુધી વાત પહોચાડવી, ખુદ આગળ આવવુ, સામાજિક સંસ્થા, આગેવોાનોને પ્રેરણાઓ આપવી, આવા તો કોઈ જ કામો કરવાની સુજ પડતી નથી અને પશ્ચીમ બંગાળમાં ભાજપના ગણ્યાગાઠયા તત્વોને ધોક્કા પડયાને આખાય દેશમાં વિરોધના તાયફાઓ કરવાના શરૂ કરી દીધા..? પ્રજાજનો કહી રહ્યા છે કે, આ ઝભ્ભાલેગાવાળાઓને તો ફકત ઉપરવાળાઓને જ રાજી રાખવામાં રસ છે, પ્રજા જાય ચુલ્લામાં..! હાલમાં આ રીતે રાજકારણીઓ વર્તી રહ્યા છે. પ્રજા આ પ્રકારની રાજનીતીથી ત્રસ્ત-પાયમાલ થઈ ગઈ છે. પ્રજાને મુર્ખ બનાવવાનુ હવે છોડો નહી તો જાહેરમાં પ્રજારોષનો ભોગ બનવાનો વારો આવશે તે સમય પણ હવે દુર નથી. કોરોનામાં દર્દીઓને સારવાર મળે, ઈન્જેકશનો, ઓકીસજન,

શર્મ છે કે નહીં કાંઈ..!
ઘરના ઘર સાફ થઈ રહ્યા છે,કાગવાસ નાખવા વાળા પણ નથી બચ્યા..!
ગાંધીધામ : કોરોનાના કપરાકાળામાં પ્રજાજનોના સારવાર-સુવીધાના અભાવે મોત નિપજી રહ્યા છે.અને રાજકારણીઓ ડીંડીકમાં જ વ્યસ્ત પડયા છે. આવા રાજકારણીઓ શર્મ કરવી જોઈએ શર્મ. લોકોના મોત થઈ રહ્યા છે. જરા સ્મશાનગૃહો તરફ પણ નજર તો નાંખો..ઘરોઘર એક સાથે સાફ થઈ રહ્યા છે. અમુક પરીવારમાં તો કાગવાસ કહેવાવાળ પણ નથી બચ્યા..!થોડી પણ લાજ બચી હોય તો નાટકો બંધ કરો અને પ્રજાને ખરા ઉપયોગી થઈ દેખાડો.

વિદેશપ્રધાનનું મિદનાપુરમાં દાટયું શું હતું?એવી તો કઈ વિદેશી આફત આવી પડી હતી?

ગુજરાતમાં જ સરમુખ્યતારશાહી ભરી દાદાગીરી ચાલી ગઈ, બીજે કયાંય નથી જ ચાલવાની, ચેતી જાવ, અન્યત્ર તો બધે જ ઈંટનો જવાબ પથ્થરથી જ મળતો રહેશે..: જાણકારોની લાલબત્તી

ગાંધીધામ : કોલકત્તાના મિદનાપુરમાં તાજેતરમા જ રાજયકક્ષાના વિદેશ પ્રધાન વી.મુરલીધરનના કાફલા પર હુમલો થયો અને તે હુમલો ટીએમસીના ગુંડાઓએ કરાવ્યો હોવાનો તરત જ પ્રતિક્રીયાઓ પણ સામે આવવા પામી ગઈ હતી. પરંતુ કોરોનાની મહામારી સામે આજે આખુય વિશ્વ લડી રહ્યુ છે ત્યારે ભારતના વિદેશમંત્રીને કોલકત્તાનો પ્રવાસ ખેડવાની જરૂર કયાં પડી? તેમનુ મિદનાપુરમાં એવુ તો શુ દાટયુ હતુ? આખાફ કાફલા સાથે લાવ-લશ્કર લઈને તેઓ પહોચી ગયા? કોરોનાથી બીજી કઈ એવી મોટી આફત આવી પડી હતી કે, તેઓને અહી જવુ પડયુ? કયુ વિદેશી આક્રમણ થવાનુ હતુ? કે પછી કયા વિદેશી રાજદુતો અહી આવી ઉતર્યા હતા? વિદેશ રાજયમંત્રી છે તો કોરોનાથી વિદેશમાથી કેવી રીતે ભારત મોટ મદદ લેવી તેની ચિંતાઓ કરવી જોઈએ..પ.બંગાળમાં જઈને માત્ર ટીએમસીને જ ભાંડયા રાખવાથી શુ થશે?

રેકોર્ડ-ઈતિહાસ-વિક્રમ-નંબર..વન..!

શું તંબુરો નંવર વન કહેવાય..આ..ને..!

ગાંધીધામ : રેકોર્ડ સર્જવા, ઈતિહાસ બનાવવા, વિક્રમ નોંધાવવા અને બધાયમાં નંબર વનનો આંક મેળવવાના દાવાઓમાં જ રચ્યા પચ્યા રહેતા દેશના સાસનકારો ભણી રીતસરની ટકોર થવા પામી રહી છે કે શુ તંબુરો નંબર વન છે તમારી નીતી-રિતી. વેકસીનમાં ભારત વિશ્વમાં સૌથી આગળ, નંબર વન હોવાના દાવાઓ કરાયા છે તો પછી હાલમાં વેકિસનના ડોજ ન મળવાથી કચ્છથી લઈ અને ઠેર ઠેર કેમ લોકો થઈ રહ્યા છે હેરોન-પરેશાન. વેકસીનના ડોજ છે જ નહી તો નંબર વન થયા કેવી રીતે અને કયાંથી? હવે આંકડાઓની માયાજાળ બહુ રચાઈ? પ્રજા બધુ જાણી ગઈ છે. સાચી વાસ્તવિકતાનુ પ્રજાને ચિત્ર રજુ કરો. પ્રજાને મુર્ખ બનાવવાનુ છોડો. બહુ ઉલ્ટાચશમા પહેરાવી દીધા.