કોરોનાથી કણસતું કચ્છ : ગુમ થયા છે જનપ્રતિનિધીઓ..!

  • ધારાસભ્યો કેમ કંઈ બોલતા જ નથી?

રેમડેસિવીર-ઓકિસજન-ઓ-ટુ બેડનો અભાવ સહિતની સમસ્યાઓમાં ચુંટાયેલા પ્રતિનિધિઓની ચૂપકીદી શંકાપ્રેરક

ઓક્સિજન કચ્છ બહાર જાય છે તો તેને રોકવા કોઈ ધારાસભ્ય સુરજબારી કે આડેસર જઈને તેનો બહિષ્કાર, વિરોધ કેમ નથી કરતા ? હજુ સુધી કોઈ બોલ્યા છે ખરા કે, પહેલા કચ્છની પ્રજાને જીવાડો પછી ઓક્સિજન અન્યત્ર જવા દેજો : અમૂક ધારાસભ્ય ચુપ છે કારણ કે, મંત્રી મંડળમાં સ્થાન મળે તો લાલ લાઈટમાં ફરવા મળી શકે તેવી લાલચમાં રાચી રહ્યા છે : પ્રજા માટે જો મોટા અવાજે ફરીયાદ કરે તો ક્યાંક લાલલાઈટનું આ સપનું રોળાઈ જશે તેવો ભવ સતાવતો હોવાથી આવા અમુક ધારાસભ્યો મોઢું સીવીને ચૂપ બેઠા બેઠા તમાસો જુએ છે : મતદાતા મરતા હોય તો ભલે મરે પણ આપણી લાલ લાઈટ જવી જોઈએ નહીં…!

આ તો ભલુ થજો, બાપ-દિકરાની સેવાભાવનાને..કે પ્રજાજનોને તાત્કાલીક મદદ-સેવા મળી રહી છે, નહીં તો વાગડ રાજકીય રીતે તો અનાથ જ બની જવાની અવસ્થામાં આવી ગયેલું દેખાય છે

ક્યાં ધારાસભ્યએ ગાંધીનગરમાં રજુઆત કરી કે, કચ્છની પરિસ્થિતી ગંભીર છે જે કાગળ પર બતાવી રહ્યા છે તેનાથી સ્થિતી વિપરીત છે..! આવુ ચીત્ર સત્યતો બતાવો સરકારને…!

  • લેબનું મશીન પૂર્વ કચ્છમાં આવ્યુ તેનો યશ કેશુભાઈની અભ્યાસપૂર્વકની મહેનતને ફાળે જ જાય છે..પૂર્વના કોઈ ધારાસભ્યની રજુઆત તેમાં જોવા મળી જ નથી
  • એક પણ હોસ્પિટલ કોવિડની કોઈ પણ ધારાસભ્યએ ચાલુ કરી છે ખરી? ફકત અન્યો શરૂ કરે અને નિરિક્ષણો અથવા તો ઉદઘાટનો કરવા દોડયા જાય છે..!
  • હાલમાં સંગઠનની ટીમ જે કામ કરી રહી છે તેના કારણે કઈકના જીવન બચી રહ્યા છે, ચુંટાયેલા પ્રતિનિધિઓ તો માત્ર અને માત્ર ફોટા પડાવવા સિવાય બીજુ કર્યુ છે શું?

ફ્રી ટ્રેડ ઝોન કાસેજમાં મોટાપાયે ઉદ્દઘાટન અને ફોટા પડાવ્યા..શિણાય ગામમાં પણ ૧૦૦ બેડની વ્યવસ્થાઓ અંગે ઉદ્‌ઘાટન કર્યા, પણ પછી શુ થયુ? સમાજ-આયોજકોને કેાઈએ મદદ કે ઓકીસજન કે મેનપવાર પણ પુરા પાડી દેખાડયા ખરા? અહી સેવા ચાલુ નથી થઈ શકી તો કારણ શું..તે જાણવાની પણ કોઈ ચુંટાયેલા પ્રતિનિધીએ તસ્દી લબીધી છે ખરી? ફકત ફોટા પાડીને ઉદ્‌ઘાટન કર્યુ અને આપણી પ્રજાને માત્ર અને માત્ર મુર્ખ બનાવવાનુ જ કામ કર્યું અને મોવડીમંડળને રાજી કર્યા…

ગાંધીધામ : કોરોનાની મહામારીએ કચ્છને અજગરી ભરડો લીધો છે, દર્દીઓ અને તેના સગાવ્હાલાઓએ બુંદ બુંદ શ્વાસને માટે પણ વલખા મારવાની સ્થિતી પેદા થવા પામી ગઈ છે. એકતરફ કચ્છ ઓકિસજન ઉત્પાદનમાં સૌથી મોખરે મનાય છે તેમ છતા પણ અહી દર્દીઓના શ્વાસ રૂંધાતા હોવાની ફરીયાદ સામાન્ય બની જવા પામી ગઈ છે. કચ્છ જોતુ જ રહે છે અને તેના હિતનુ ઓકિસજન સતત અન્યત્ર ઉસેડી જવાતી હોવાની ઘટનાઓ એક પછી એક પુનરાવર્તિત રીતે બહાર આવવા પામી રહી છે.કચ્છ ઓકીસજન ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ધરાવતો વિસ્તાર છે. સૌથી વધુ ઓકસિજનનુ ઉત્પાદન કચ્છ જિલ્લામાં થવા પામી રહ્યુ છે તેમ છતા પણ ઓકીસજનના અભાવે લોકો તરફડીયા મારતા મોતને ભેટી રહ્યા છે. આવુ કેમ થાય છે? કચ્છના હિતનુ ઓકિસજન કોણ ઉસેડી જાય છે? કોના ઈરાારે આ ઓકીસજન કચ્છથી બહાર જઈ રહ્યુ છે? કેમ આવા પ્રશ્નો આક્રમકતા સાથે ઉપાડવામાં કોઈ જ જનપ્રતિનિધો આગળ આવતા દેખાતા નથી?
હજુ સુધી કોઈ પણ ધારાસભ્યએ આ બાબતે કચ્છના ઓકિસજનને બહાર જતો અટકાવો નહી તો અમે સામખીયાળી-સુરજબારી પાસે ધરણા-વિરોધ કરીશુ અને તેને અટકાવીશુ પણ કચ્છ બહાર જવા નહી દઈએ તેવી ચમીકી પણ હજુ સુધી કેમ કોઈ જનપ્રતિનિધીઓએ ઉચ્ચારી નથી? ભુજમાં સિવિલ સર્જનની મનમાનીથી સો કોઈ ખુબજ ત્રસ્ત હતા, કેટલાય ગુંચવણા તેમના લીધે ઉભા થવા પામતા હતાચ પરંતુ કોઈ જ ધારાસભ્ય આ બાબતે સુખદ ઉકેલ લાવવા આવા અધિકારીઓની સામે કડકાઈથી અવાજ ઉઠાવ્યો હોય તેવુ હજુ સુધી કયાંય બહાર આવવા પામ્યુ નથી. તેવી જ રીતે અન્ય અધિકારીઓ પણ અમુક ખુદની ધરની ધોરાજી જ ચલાવી રહ્યા છે, મનમાની જ કરી રહ્યા છે, પણ આ ચુંટાયેલા પ્રતિનિધીઓ તેઓને કંઈ જ કડકાઈથી કહીઅને પ્રજાને રાહત થાય તેવી પહેલ કરતા સમ ખાવા પડતા પણ જોવા મળતા નથી.કચ્છમાં ઓ ટુ બેડ, રેમડેસીવર ઈન્જેકશનો, પ્રાણવાયુ લીકવીડ ઓકિસજન સહિતની કોરોના સામે લડવાની જરૂરી સાધન સામગ્રીનો સતત અછત-ઘટ્ટની બૂમરાડ સામે આવી રહી છે. સરકારી માળખાઓમાં દર્દીઓ કણસી રહ્યા છે પરંતુ કોણ જાણે કે, ચુંટાયેલા જનપ્રતિનિધીઓ કયાંય ડોકાતા જ ન હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી હોવાથી પ્રબુદ્વવર્ગમા આ બાબતે ભારે ટીકા થવા પામી રહી છે. સત્તાપક્ષના ધારાસભ્યોની ચુપકીદી લોકો માની રહયા છે કે, વાસણભાઈની લાલલાઈટ જાય છે..જાય છે..ની તેઓ પાછલા સાડા ત્રણવર્ષથી ઈંતેજારી કરી રહ્યા છે પરંતુ વાસણભાઈનુ તો હજુ સુધી કાંઈ ગયુ જ નથી. પરંતુ કોરોનામાં જો કોઈ કડકાઈથી બોલે તો લાલલાઈટનો તેઓને જે આંસરો છે તે છીનવાઈ જાય તો? તેવો ભય કદાચ સેવાતો હોવાની ટકોર થવા પામી રહી છે. કચ્છના ચુંટાયેલા જનપ્રતિનિધીઓના મોઢે મગ ભરાઈ ગયા છે કે, પછી ગતાગમનો અભાવ હોવાથી કોઈ અસરકારક રીતે લડાઈ આદરતુ દેખાતુ જ નથી?

પરંતુ,કોંગ્રેસના ધારાસભ્ય છે જ કયાં? વાગડ અનાથ બન્યુ.!

ગાંધીધામ : ભાજપના પાંચ ધારાસભ્યો ન બોલી રહ્યા હોય તો કદાચ તેનુ કારણ સમજી શકાય તેવુ છે કે, આ તમામને લાલબત્તીની લાલચ લાગેલી હોવાનુ મનાય છે. કદાચ હાલના સમયે પ્રજા હિત માટે આકરી ભાષા વાપરે અને તેની નોધ સરકાર તબક્કે લેવાઈ જાય તો આ તમામની લાલલાઈટની સંભાવનાઓ ભુંસાઈ જાય તેવી બીક કદાચ સતાવી રહી હોય અને તેથી જ પ્રજા હિતાર્થે કડકાઈપૂૃવક બોલવાનુ આ ધારાસભ્યો ટાળતા હશે તે સમજી શકાય તેવુ છે પરંતુ કચ્છમાં વાગડના એક માત્ર વિપક્ષના ધારાસભ્ય પણ કોરોનામાં કયાંય ચુ નહી તો ચા કરતા પણ ડોકાતા નથી? તેઓને મોઢે કઈ બાબતના ડુચ્ચા લાગી ગયા છે? આવા સાવાલે પણ હવે ઉઠવા પામી રહ્યા છે. વાગડની સ્થિતી કોરોનાને લઈને પડકારજનક બની રહી છે, એક એક સંસ્થાના રપ જેટલા લોકો સંક્રમિત થાય છે, ત્યારે આ ધારાસભ્ય વાવડ વિસ્તારમાં કેમ કયાં ડોકાતા જ નથી? તેઓને કઈ બાબતની લાજ-શરમ પ્રજા હિતે અવાજ ઉઠાવાવમા નડે છે?

આપણા જનપ્રતિનિધિઓ કેટલા હરખપદુડા છે..જુઓ તો ખરા.!

ગાંધીધામ : કચ્છના જનપ્રતિનિધીઓ કેટલી હદે હરખપદુડા અને સસ્તીપ્રસિદ્ધી ભુખ્યા છે તેની પણ ટકોર જાણકારો દ્વારા કરાઈ રહી છે. કચ્છમાં કોઈ પ્રદેશસ્તરના આગેવાન કે વીઆઈપી કોરોનાની સમીક્ષા કરવા આવે છે ત્યાં દર્દીઓ પીડાય છે ને જીવ પણ જાય છે. એક તરફથી મૃતદેહ બહાર લઈ જવાતા હોય છે આવી જગ્યાએ પણ આ રાજકારણીઓ તાયફા કરવા સસ્તી પ્રસિદ્ધીવાળા પાંચ પોઠીયા સાથે પહોંચી જાય છે. કોરોના કેર સેન્ટરમાં આપણા અમુક બની બેઠેલા રાજકારણીઓ આવા આગેવાનોને સાલ ઓઢાડવા-સન્માન કરવા દોડી જાય છે. આ સમયે આવા નાટક કરવાનો નથી, એટલી પણ તેમને ખબર નથી પડતી કે શુ.? આ વીઆઈપીને તો જે કાઈ સાધન-સુવિધા ખુટતી હોય તેની રજુઆત કરવાની હોય છે. ત્યાં પણ સાલ ઓઢાડીને ફોટા પડાવાવમાં જ મશગુલ પડયા છે ચુંટાયેલા જનપ્રતિનિધીઓ.!

પૂર્વમાં કાયદો-વ્યવસ્થાના ઉડી રહ્યા છે ધજાગરા..: કોઈ કંઈ બોલતુ જ નથી

ગાંધીધામ : પૂૃવ કચ્છમાં તો હાલના સમયે કાયદો વ્યવસ્થા જેવુ કશુ રહ્યુ જ ન હોય તેવી સ્થિતી સર્જાઈ છે. કંડલા બંદર પર આયાત થતી ચીજવસ્તુઓ પર ખુલ્લેઆમ-બેધડક ચોરીઓ કરવામા આવી રહી છે અને ભગારના વાડાઓમાં અમુક બની બેઠેલા તત્વો આવી ચોરીના માલની ધુમ ખરીદી બેખોફીથી કરી રહ્યા હોવાનો વર્તારે સામે આવવા પામી રહ્યો છે. રોજ સવાર પડે અને સોાયા-ખાંડ- કોલસા સહિતની આયોજનબદ્ધ ચોરીઓના સમાચારો મોટામથાડા સાથે ચમકી રહ્યા છે. તેલચોરીના પ્રયાસો પણ અહી સતત વધતા જ જોવાઈ રહ્યા છે પણ પૂર્વ કચ્છના આવા ચુંટાયેલા જનપ્રતિનિધીઓના કોઈના પેટનુ નથી હાલતુ પાણી. આ પ્રકારની ચોરીઓ જો અહી થતી જ રહી તો વેપારીઓ નાછુટકે કંડલા પોર્ટથી મોઢુ .ફેરવતા થઈ જશે અને તેનુ મોટુ નુકસાન આખાય સંકુલને ભોગવવુ પડી શકે તેમ છે.

પાડોશી જિલ્લાના રાજકારણીઓથી તો કંકઈ તો શીખો..કંઈક..!

ગાંધીધામ : કચ્છની પાડોશમાં જ સૌરાષ્ટ્ર તથા બનાસકાંઠા જિલ્લો આવેલો છે. અહીના રાજકારણીઓ પ્રજાજનો-મતદારો માટે કેટલી વગ વાપરી રહ્યા છે. આજે પણ કચ્છમાં ચકાસણીઓ કરશે તો સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર લેતા જોવાઈ જશે. તો વળી કચ્છમાંથી ઓકિસજન સિલિન્ડરના બાટલાની વાત હોય કે પછી ઓકિસજન આ જ સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાના નેતાઓ પોતાની વગનો ઉપયોગ કરી અને વિસ્તારના મતદારોને પ્રાણવાયુ-જીવન અપાવી ગયા છે. એટલે આ પાડોશી જિલ્લાના રાજકારણીઓ કચ્છમાં સેવા અપાવી જાય છે અને તે આપવી પણ જોઈએ પરંતુ આપણા જિલ્લાના જનપ્રતિનિધાીઓ છત્તે સગવડે અહીના દર્દીઓને કયાંક લીમડા નીચે સારવાર લેવા રઝડતા છોડી રહ્યા છે તો કયાંક એમ્બયુલન્સમાં સારવાર લઈ રહ્યાની અવસ્થા સર્જાય છે. ખુદનુ સુજતુ ન હોય તો વાંધો નહી પણ પાડોશી જિલ્લાના રાજકારણીઓની પહેલમાથી તો કઈંક શીખો આવી ટકોર પણ થવા પામી રહી છે.

કચ્છે ખુબ આપ્યુ છે, હજુય આપશે, પણ ખુદના સ્વજનના મોતના ભોગે નહીં!

ગાંધીધામ : વિશ્વભરમાં અથવા તો ભારત દેશમાં કયાય પણ કુદરતી અથવા કંત્રિમ કોઈ આફત આવી પડી હોય તેવા સમયે કચ્છે બે હાથે લખલુખ મદદ ભોગગ્રસ્તોને સમયાંતરે કરી જ છે. હાલમાં કોરોનામા પણ કચ્છમાથી અન્યત્ર વસ્તુ જાય તેમાં વાધાેં નહીં હોય, કચ્છ અગા.ઉ પણ દાતાર હતુ અને આજે પણ દાતારી દાખવી શકે તેમ છે. પરંતુ હાલમાં સ્થીતી એવી છેી કે, પહેલા ખુદના સ્વજનને બચાવવા પડે તેમ છે. એટલે મદદ કચ્છ આજે પણ કરશે પણ ખુદના સ્વજનોને મોતના મુખમાં ધકેલી ને તો આ મદદ નહી કરવામાં આવેે ને..! એટલે અમને જીવવા માટે ઓક્સિજન લેવા દયો !