કોરોનાકાળમાં ‘બ્યુટી સર્વિસ એટ હોમ’ દ્વારા સ્વરોજગાર મેળવતી બહેનો

અદાણી સ્કિલ ડેવલોપમેન્ટે નવતર પ્રયોગ કરી મુન્દ્રા પંથકની બહેનો માટે સર્જી રોજગારીની તકો

મુન્દ્રા : અદાણી સ્કિલ ડેવલોપમેન્ટે મહિલાઓને રોજગારી મળે એ માટે તાલીમ તો આપી પણ કોરોનામાં રોજગારીની સમસ્યા સર્જાઈ, પરંતુ સ્કિલ ડેવલોપમેન્ટનું કામ તાલીમ સાથે આજીવિકા પ્રાપ્ત થાય એ માટે તમામ સંશાધન કામે લગાડી મુન્દ્રા વિસ્તારની કૌશલપ્રાર્પ્ત બહેનોનું જુથ બનાવી ‘બ્યુટી સર્વિસ એટ હોમ’સેવાનો રોજગારી માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ પ્રયોગના પ્રતિસાદ સ્વરૂપે રોજગારીની વિકટ પરીસ્થિતિમાં પણ પ્રતિમાસે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા બહેનો રળી લે છે.
ભુજ અને મુન્દ્રા વિસ્તારના અદાણી સ્કિલ ડેવ.ના કચ્છ જિલ્લાના ક્લસ્ટર હેડ સાગર કોટકે કહ્યું કે, કોરોનામાં બહેનોની રોજગારી ઘટી ગઈ છે. તેથી આ સંસ્થાએ નવું વિચારીને બ્યુટી સર્વિસ એટ હોમ અંતર્ગત તાલીંબધ્ધ ૧૦-૧૦ બહેનોનું જુથ બનાવ્યું છે. જે ઘરે ઘરે જઇને પાર્લરની સર્વિસ આપે છે. જૂનથી આ સેવા કાર્યરત છે. અને તેનો વ્યાપ વધી રહ્યો છે. બહેનોને રોજગારી મળે એ માટે માત્ર જુથ બનાવીને સંતોષ માનીને બેસી રહેવાને બદલે સ્વરોજગારી માટે આનુષંગિક જ્ઞાન આપવાનું પણ અદાણીફાઉંડેશન અને સ્કિલ ડેવલોપમેન્ટે કરી નિષ્ણાંતોની મદદ લીધી એ મુજબ તમામ વ્યવસ્થાને ફાઉંડે. ના સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે આ વ્યવસ્થાને સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં ફેરવી ગ્રૂપને ‘સુંદર સહેલી ગ્રૂપ’ નામ આપી બહેનોને પ્રોત્સાહન મળી રહે તે માટે તાલીમ આપી. બ્યુટી થેરાપીસ્ટની તાલીમ ડીમ્પલ પીઠડીયાએ આપી અને પ્રફુલ્લ ગરવાએ સોશિયલ મીડિયા ઉપર માર્કેટિંગ કરવાનું કૌશલ આપ્યું એ પ્રકારે કોરોનામાં રોજગારી મળતી થઈ.