કોરોનાકાળમાં કચ્છમાં ઓક્સિજન-રેમડેસિવીર- બેડ સહિતના મુદ્દે આદરાયું મહત્વપૂર્ણ મંથન

  • ઓક્સિજનની વિતરણ વ્યવસ્થા સરકાર હસ્તક જ થાય

રાજય સરકારના સિનિયર આઈએએસ અધિકારી અને જિલ્લાના પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાની સાથે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા કચ્છ-મોરબીના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ યોજી મેરેથોન બેઠક : જિલ્લાભરમાં ઓકિસજનની વ્યવસ્થા સુદ્રઢ બને, રેમડેસિવર સૌને સરળતાથી મળતા થાય, કોરોનાની પથારીઓ ઉપબલ્ધ બને તે સહિતના મામલે સાંસદ-જિલ્લા ભાજપ અધ્યક્ષે રજુ કર્યા અનુભવગત મંતવ્યો : પ્રભારી સચિવશ્રીએ તમામ ખુટતી કડીઓ પુરી કરવાની આપી ધરપત

હોમઆઈસોલેટ દર્દીઓને સરળતાથી ઓક્સિજન – દવાઓ મળે તે માટે પણ કરાઈ રજૂઆત

ગાંધીધામ : ભારત સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસો સતત વધવા પામી રહ્યા છે અને કચ્છ પણ તેમાંથી બાકાત રહેવા પામ્યુ નથી. દરમ્યાન જ કચ્છમાં કોરોનાની સ્થિતીને નિયંત્રિત કરવાની દીશામાં સચોટ સકંલન-માર્ગદર્શન અને એકશન પ્લાન ઘડાય તે હેતુસર રાજયના સિનિયર આઈએએસ અધિકારી અને કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ જે પી ગુપ્તાને બે રોજ પહેલા કચ્છ રૂબરૂ થવા મોકલ્યા છે. અને શ્રી ગુપ્તા પણ આવતાની સાથે જ એકસન મોડમાં હોય તેવી રીતે શનિવાર સવારથી જ કચ્છમાં તબક્કાવાર સિલસિલાબદ્ધ બેઠકોના દોર હાથ ધરીને સ્થિતીનો તાગ પામી પ્રાથમિકતાના ધોરણે કચ્છમાં કોરોના દરમ્યાન જરૂરી સુવિધાઓ મળતી થાય અને સમસ્યાઓ ઉકેલાય તે દીશામાં ધડાકડ પગલાઓ લેવાઈ રહ્યા છે.દરમ્યાન જ આજ રોજ કચ્છના જાગૃત લોકસેવકો પૈકીના કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા કચ્છ-મોરબીના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી ગુપ્તાની સાથે સવારના મેરેથોન બેઠક યોજી છે.આ બેઠકમાં કચ્છમા કોરોનાને લગતી જરૂરીયાતોને લઈને વધારે સુદ્રઢ વ્યવસ્થાઓ ઉભી કરવાની દીશામાં અનેકવિધ મહત્વપૂર્ણ નિર્ણયો થવા પામ્યા હોવાનુ માલુમ પડી રહ્યુ છે. કચ્છ મોરબીના સાંસદ અને જીલ્લા ભાજપ અધ્યક્ષ તરફથી થયેલી રજુઆતો તથા ચર્ચામાં ખાસ કરીને ઓકિસજનની વ્યવસ્થાઓ કઈ રીતે વધુ સુધારી શકાય, રેમડેસિવિર ઈન્જેકશનની વિતરણ વ્યવસ્થા વધારે સુચારૂ કેવી રીતે કરી શકાય,ઓકિસજન સાથેના બેડ કેવી રીતે વધારી શકાય, વેન્ટીલેટર જે હયાત છ ેતેને કેવી રીતે લોકો સુધી વધુને વધુ સુલભ બનાવવા તે સહિતની નિર્ણાયક ચર્ચાઓ થવા પામી હતી. આ તમામના અંતે પ્રભારી સચીવ શ્રી ગુપ્તાએ બનતી ત્વરાએ તમામ વ્યવસ્થાઓ વધારે સુચારૂ બને, લોકોને કોરોનાકાળમાં તંત્ર વધનુ વધુ મદદરૂપ સફળતાપૂર્વક કેમ બની શકે તે દીશામાં સક્ષમ પ્રયાસો હાથ ધરાશે તેવી ધરપત આપી હતી. નોધનીય છે કે, ખાસ કરીને ઓકિસજનની વ્યવસથાઓ સુધારવા પર આ બેઠકમા ભાર અપાયો હતો અને ઓકિસજનના સિલિન્ડર હવે સરકાર દ્વારા જ ખાનગી સહિતનાઓને સંકલન કેન્દ્રીત કરીને અપાય તે માટે વિચારણાઓ પણ આગળ ધપી રહી હોવાનુ પણ આ બેઠક બાદ બહાર આવવા પામી રહ્યુ છે.