કોરાના મહામારીમાં મુસ્લિમ સમાજ મેડિકલ ક્ષેત્રે સેવા માટે દાતાઓ આગળ આવે

કોરોના હોસ્પિટલ માટે રપ લાખની જાહેરાત કરતા હાજી આદમ ચાકી

ભુજ : કચ્છમાં કોરોના મહામારીમાં મુસ્લિમ સમાજની સંસ્થાઓ આરોગ્ય ક્ષેત્રી આગડ આવે અને દાતાઓ તેને સહકાર આપે તેવો આહવાન કરવામાં આવ્યો છે. કચ્છના જાણીતા સામાજિક કાર્યકર હાજી આદમભાઈ ચાકીને મેડિકલ ક્ષેત્રની વર્તમાન દયનીય સ્થિતિ જાેઈને વિચાર આવ્યો હતો કે મુસ્લિમ સંસ્થા સંચાલિત હોસ્પિટલ ભુજમાં હોવી જાેઈએ. જ્યાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકાય.  આ નેક કાર્ય માટે આદમ ચાકીએ રૂા.રપ લાખ દાનની જાહેરાત કરેલ છે. કચ્છના વિવિધ ક્ષેત્રના સામાજિક કાર્યકરો સાથે વિચાર વિમર્શ કરી હંગામી ધોરણે મુસ્લિમ હાઈસ્કૂલ ભુજમાં શિફા હોસ્પિટલ શરૂ કરવાનું મન બનાવ્યું છે. ભુજમાં અન્યત્ર હોસ્પિટલ બાંધકામનું કાર્ય સમયંતરે પ્રારંભ કરાશે અને કોરોના કાળ બાદ પણ શિફા હોસ્પિટલ ઈન્શાઅલ્લાહ કાયમી રીતે કાર્યરત રહેશે. મુસ્લિમ સમાજને અપીલ કરવામાં આવે છે કે વર્તમાન સમયમાં હોસ્પિટલની તાતી જરૂરત છે. કોરોના દર્દીઓનો ઈલાજ થઈ શકે તે માટે બેડ, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન વેન્ટીલેટર માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. આદમ ચાકીએ જણાવ્યું કે, આ કાર્ય પોતાનામાં ઘણું મોટું હોઈ અને પ્રારંભ કરવું મુશ્કેલ હોઈ અલ્લાહ પર કામિલ તવક્કલ રાખી આ કાર્યની શરૂઆત કરી નાખી છે. આ નેક કાર્ય માટે મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, પરોપકારીઓ, સખીદાતાઓ, તન, મન, ધનથી સહકાર આપવા અપીલ કરી હતી. હોસ્પિટલ સાર્વજનિક હશે જેમાં નાત-જાતના ભેદભાવ વગર તમામ દર્દીઓની સારવાર કરવામાં આવશે. આજની કારમી મોંઘવારીમાં ન નફો, ન નુકશાનના સિદ્ધાંત સાથે સારવાર આપવામાં આવશે. નબળા વર્ગના દર્દીઓ માટે ઝકાત જેવી કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સંસ્થામાં જાેડાયેલા  ચાકી હાજી આદમ બુઢા (ભુજ) ૯૮રપર ર૭પ૪૯, જત હાજી સલીમ અહમદ (મુંદરા) ૯૯૦૯૦ ર૧૬૧૦, ખત્રી હાજી યુસુફ હાજી હસન (ગાંધીધામ) ૯૮રપર ર૯ર૩૯, જત યુસુફ અબ્દુલરહેમાન (ભુજ) ૯૮રપ૩ ૭૬૩૯૬, મેમણ હાજી અબ્દુલકરીમ હાજી અબ્દુલ્લાહ (ભુજ) ૯૯૭૮૬ ૯ર૦૯૯, સોનારા હાજી યાકુબ હાજી ઈબ્રાહીમ (ભુજ) ૯૬૮૭૬ ૧૮ર૯ર, સોનેજી હાજી ઈસ્માઈલ હાજી આદમ (ભુજ) ૮૧૪૧પ ૭૮૬૯ર, એડવોકેટ સાજીદભાઈ માણેક (માંડવી) ૯૮રપ૧ પપ૬૪૮, મેમણ મહંમદ સલીમ (નલિયા) ૯૮૭૯ર ૦૬૭૮૬નો સંપર્ક કરી શકશો.