કોન્સ્ટેબલો બાદ હવે પી.આઈ.નો પ્રતિકાર : ગુન્હેગારો બેફામ પશ્ચિમ કચ્છમાં ‘ખાખી’ પર વધતા હુમલા લાલબત્તીરૂપ

પોલીસ તંત્રને પણ કયાંક હાથના કર્યા હૈયે નથી વાગતા ને..? પોલીસે જ પાળેલા તત્વો હવે કયાંક તેમની સામે આંખ ઉંચી નથી કરતાને ?

 

માનુકવામાં સીમાડામાં કાસુડાએ બબ્બેવાર પોલીસ પર હુમલો કર્યો, તે પછી હાલમાં જ ધર્મેન્દ્ર રાવલ નામના કર્મીને પણ માાથભારે શખ્સે છરી ભોંકી દીધી, તે પહેલા ૩ જેટલા કર્મીઓ પર હુમલા કરાયા અને હવે પીઆઈ પર ૮ શખ્સો ત્રાટકયા..! આ તમામ ઘટનાઓ શું સુચવે છે..? : માથાભારે-શિરજોર ગુન્હેગારોની હિંમત તો જુઓ…

 

ભુજના કેમ્પ વિસ્તારની આજુબાજુમાં હોય કે પછી અન્ય કોઈ ગેઈટ પાસે..નાની સુની અનબન જરા વારમાં જુથવાદમાં પરીણમી રહી છે.., યુવાનો સામસામે ધારિયા-તલવારો લઈને બાખડી પડતા જરા સહેજ પણ વાર નથી કરતા..શું કાયદો અહીં કાયદાનું કામ કરતો નથી કે પછી કાયદામાંથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ? ….ને લોકો પોતાના હિસાબો પોતે જ કરવા મંડયા છે !

 

ખાટલે મોટી ખોટ તો પોલીસ બેડા કચ્છને એ જ છે કે, વર્તમાન સમયના જિલ્લાના ટોચના અધિકારીઓ તો જેમ તેમ કરી અને સમય કાઢવા જ આવતા હોવાના દેખાય છે મુડમાં

 

 

‘ખાખી’ પર ગુન્હેગારોના હુમલાની આ રહી બોલતી તવારીખ…!
• સિટી બી ડિવિઝન ૧૧-૬-૧૮ પીઆઈ જલુ પર ૮ શખ્સોનો હુમલો
• સિટી એ ડિવિઝન ૩૦-૪-૧૮ લૂંટના આરોપી રિયાઝ ભચુ મમણનો એલસીબીના ધર્મેન્દ્ર રાવલ પર છરીથી હુમલો
• માનકૂવામાં પોલીસ પર રિયાઝ ભચુ મમણનો હુમલો
• સિટી બી ડિવિઝન હેડ કોન્સ્ટેબલ પંકજ કુશ્વાહ પર રિયાઝ ભચુ મમણનો હુમલો
• અંજાર મેઘપર કુુંભારડી ૩૦-૪-૧૮ દારૂની રેડમાં ગયેલી પોલીસ ટુકડી પર શખ્સોએ કર્યો હુમલો
• માંડવી ર-પ-૧૮ માંડવીમાં પોલીસ કર્મચારી પર હુમલો

 

ગાંધીધામ : પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લામાં બાહ્ય સુરક્ષા અને સલામતી જેટલી જરૂરી અને જડબેસલાક હોવી જોઈએ તેટલો જ કાયદો વ્યવસ્થાની નિયંત્રીત સ્થિતી આંતરીક રીતે પણ રહેવી ખુબજ આવશ્યક કહી શકાય તેમ છે. પરંતુ કમનશીબે હાલમાં જીલ્લા વડામથક ભુજ સહિતના પશ્ચીમ કચ્છના જુદા જુદા વિસ્તારોમાં કાયદો વ્યવસ્થાને માટે પડકારજનક કહી શકાય તેવી સ્થિતીના નિર્માણ થવા પામી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને પોલીસ પાર્ટી પર ગુન્હેગાર તત્વોના જે હુમલાઓ થવા પામી રહ્યા છે તે તો ખાખીને માટે વોર્નિંગ બેલ સમાન જ લાલબત્તી કહી શકાય. પાછલા પાંચ-આઠ માસના આંકડાઓ અથવા તો ક્રાઈમ ડાયરીની જો ચકાસણી કરવામાં આવશે તો ખ્યાલ આવી શકે તેમ છે કે, માાથભારે તત્વો ન માત્ર ગુન્હાઓ આચરી અને પોલીસના કપાળે કાળી ટીલ્લીઓ લગાવી રહ્યા છે બલ્કે ખુદ કાયદાના રક્ષકોની સામે પણ પ્રતીકાર ભર્યા હુમલા કરી દીધા હોવાની હિમંત પણ કરી રહ્યા હોય તેવા ઘટનાક્રમો પણ તાજા ભુતકાળમાં બની ગયા છે. કચ્છના વડા મથક ભુજમાં બનેલી હાલની જો તાજી ઘટનાઓની ટુકી વાત કરીએ તો ભુજમાં કુખ્યાત ‘કાસુડા’એ એક નહી બબ્બેવાર માનકુવાના સીમાડાઓમાં પોલીસ સાથે સંતાકુકડી રમીને ખાખી પર હુમલા કરી દીધા હતા તો વળી તે પછી હાલમાં જ પોલીસકર્મી ધમેન્દ્ર પર પણ છરી વડે ગુન્હેગારે કર્યો હતો હુમલો જયારે તેનાથી પહેલા પણ ત્રણ જેટલા પોલીસકર્મચારીઓ પર માથભારે શખ્સોએ ભુજમાં જ હુમલો કર્યાની ઘટનાઓ બની ચૂકી છે. આ બધી ઘટનાઓની નાલેશીમાંથી હજુ તો કાયદાના રક્ષકો બહાર આવે કે ન અવે ત્યા હવે અજરખપુર ઘટનાની ખાસ ડ્રાઈવમાં ભુજના એ ડીવીઝનના ‘પીઆઈ’ પર આઠ શખ્સોએ હુમલો કરી દીધો છે.માથાભારે – શિરજોર ગુન્હેગારોની હિમંત તો જુઓ કે એક આખા પોલીસ મથકના વડાની સામે થતા પણ ખચકાતા નથી.શહેરમાં ભુજના કેમ્પ વિસ્તારની આજુબાજુમાં હોય કે પછી અન્ય કોઈ ગેઈટ પાસે..નાની સુની અનબન જરા વારમાં જુથવારમાં પરીણમી રહી છે.., યુવાનો સામસામે ધારીયા-તલવારો લઈને બાખડી પડતા જરા સહેજ પણ વાર નથી કરતા..શું કાયદો અહી કાયદાનું કામ કરતો નથી? કે પછી કાયદામાંથી વિશ્વાસ ઉઠી રહ્યો છે..ને લોકો પોતાના હિસાબો પોતે જ કરવા મંડયા છે..! યાદ રાખજો જો આ વાત સાચી હોય તો આવનારા સમયમાં કાયદો વ્યવસ્થાને લઈને ભયંકર મોટા પડકારો ઉભા થવા પામી જાય તેમ છે અને તે વખતે સ્થિતી કદાચ નિયંત્રીત પણ નહી થઈ શકે તેવી ઉભી થશે.આવા અને આટઆટલા હુમલાઓ માથાભારે તત્વો ખાખી પર કરી રહ્યા છે તેના કારણો શું છે?
આ બાબતે અંતરંગ વર્તુળોની વાત માનીએ પોલીસ તંત્રને પણ કયાંક હાથના કર્યા હૈયે નથી વાગતા ને..? પોલીસે જ પાળેલા તત્વો હવે કયાંક તેમની સામે આંખ ઉંચી નથી કરતાને? કેટલાક પલળલા ખાખીધારીઓ પોતાની ઉઠબેસના ઠામો સુધારવા જોઈએ.બીજીતરફ પોલીસ પર પોલીસકર્મીના પુત્ર જ હુમલા કરે ત્યારે માવતરે પણ બાળકો પર શિસ્તભરી નજર રાખી સમજાવટના પાઠ શીખવાડવા જરૂરી છે. હાલમાં ભુજમાં તો પીઆઈ પર જે હુમલો થયો છે તેમાં તો ડેન્ટીસ્ટ પણ સામેલ હોવાનુ મનાય છે તો તબીબ જેવા શખ્સો આવી મર્યાદાઓ ચૂકે તે પણ ચિંતાજનક જ કહેવાય.જો કે, આ બધાની વચ્ચે પ્રબુદ્ધવર્ગની વચ્ચે એક ટકોર એવી પણ સામે આવી રહી છે કે, ખાટલે મોટી ખોટ તો પોલીસ બેડા કચ્છને એ જ છે કે, વર્તમાન સમયના જિલ્લાના ટોંચના અધિકારીઓ તો જેમ તેમ કરી અને સમય કાઢવા જ આવતા હોવાના છે મુડમાં. કાયદાની કોઈ ધાક બેસાડતી નવી પહેલ કરી, કડક કાર્યવાહી કરી દેખાડી હોય તે તો દુરની વાત છે પરંતુ..વિશાળ કાયદાની રહેલી સત્તાનો પણ ઉપયોગ કર્યો હોય તેવુ સમ ખાવા પુરતું પણ જોવા નથી મળતુ..! હકીકતમાં તો આ તમામને ખાખી પર સતત વધી રહેલા હુમલાઓની ઘટનાઓમાં બોધપાઠ લે અને સુધારાત્મક દીશામાં પહેલ કરે અને જાગૃતા કેળવે તેજ સમયનો તકાજો બની રહયો છે.