કોન્ટ્રાકટર-અધિકારીઓની મિલીભગતથી તળાવો અને ચેકડેમો બનાવવામાં કરાયા કૌભાંડો

ભુજ : કચ્છ જિલ્લામાં જમીન નિગમ લિ. દ્વારા કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મિલિભગત કરોડો રૂપિયાના થયેલા કૌભાંડની તટસ્થ તપાસ કરવા લોક જન શક્તિ પાર્ટી એન્ટી કરપ્શન બ્યૂરોના ડાયરેકટર અને નિયામકને પત્ર પાઠવી માંગ કરાઈ છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સતાર માંજોઠીએ રજૂઆત કરતા જણાવ્યું કે, વર્ષ ર૦૧૦થી ૧૭ સુધી કચ્છ જિલ્લામાં જમીન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચેકડેમો, તળાવો, સ્ટોચર પાણીના ટાંકા, ખેતતલાવડી અને આડબંધ જેવા અનેક કામોમાં કરોડો રૂપિયાનું મસ મોટૂ કૌભાંડ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોની મિલિભગત દ્વારા કરવામાં આવ્યું છે. નિગમના મદદનીશ નિયામક, કર્મચારીઓ, કોન્ટ્રાકટરો દ્વારા નખત્રાણા તાલુકાના અનેક ગામોમાં તપાસ કરવામાં આવે તો ર૦૧૦, ર૦૧૧થી ૧૮ સુધીમાં કેટલા કામો કરવામા આવ્યા તેની વર્ષ વાઈઝ તપાસ કરવામાં આવે તો કરોડોનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.આ કૌભાંડોથી નખત્રાણા તાલુકાના અનેક બોગસ કોન્ટ્રાકટરો રાતોરાત કરોડપતિ થઈ ગયા છે. તેની પણ તપાસ થાય તો સરકારના રૂપિયા વેડફનાર અધિકારીઓ – કર્મચારીઓની ફરજમાં બેદરકારી, આવકથી વધુના કેસો બહાર આવે તેવી શકયતા છે.