કોણ બનશે કચ્છ યુનિ.ના નવા કુલપતિ ? સર્ચ કમિટીની બેઠક સાથે નામોની ચર્ચા તેજ

પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિ.માં વર્તમાન વીસી સી.બી.જાડેજાની ટર્મ પૂર્ણ થઈ રહી છે અને નવાની પસંદગી માટે ચાર સદસ્યોની સર્ચ કમિટીનું ગઠન થવા પામી ગયું છે જેઓની પ્રથમ બેઠક મળવાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે તો બીજીતરફ કચ્છથી લઈ અને ઠેર-ઠેર નવા કુલપતિ કોણ?ના મુદ્દે પણ અટકળો-ચર્ચાઓનો દોર થયો શરૂ

 

નવા વીસીની પસંદગીમાં મિશન ર૦૧૯ રહેશે કેન્દ્રમાં
વીસીની યોગ્યતા-લાયકાત તો પ્રાથમિકતાથી જોવાશે જ સાથોસાથ જાતીગત સમીકરણને પણ મળી શકે છે પ્રાધાન્ય
ગાંધીધામ : કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરનું પદ એ મોભાદાર પદ કહેવાય છે. તે કોઈ નાનુુંસુનુું પદ નથી. યુનિ.ના વાઈસ ચાન્સેલરથી ઉપરનો હોદો મહામહિમ રાજયપાલશ્રીનો હોય છે. આવા મોભાદાર પદ પર નિયુકિત કરવાની હશે તો ભારતીય જનતા પાર્ટી ચોકકસથી ર૦૧૯ના મિશનને કેન્દ્રમાં રાખીને જ કરશે તેમાં બે મત નથી. વર્તમાન સમયે જે જાતિ-જ્ઞાતીને કચ્છમાં રાજકીય રીતે કે જાહેર જીવનમાંઅસંતોષ થયો હશે અથવા તો સાચવી નહી શકાયા હોય કે પછી આગામી લોકસભામાં તે જ્ઞાતી-સમુદાયની વિશાળ વોટબેંક હશે તે વાતને પણ ઉમેદવારની પસંદગીમાં ધ્યાને રાખવામાં આવી શકે છે.

 

કયા કયા નામો છે ચર્ચામાં..!
• ૩ વર્ષના ટુંકાગાળામાં બી-૧રનીગ્રાન્ટ મંજુર કરાવવાથી લઈ અને અનેકવિધ વિકાસકાર્યો કરનારા વર્તમાન વીસી સી. બી. જાડેજા રીપીટ થઈ શકે છે (મુળ કચ્છના ક્ષત્રિય) • મહિપતસિંહ ચાવડા (મુળ અબડાસા-પરજાઉના) હાલે અમદાવાદ એલડી એન્જીનીયરીંગમાં સેવારત (પ્રદેશ ભાજપના યુવાનેતાના નજીકના મનાય છે) • પંકજ જાની (સોમનાથ યુનિ.ના પ્રથમ કુલપતિ-કડક-તટસ્થ શિક્ષણવિદની છબી ધરાવે છે) • પ્રભાતસિંહ ચૌહાણ (સૌરાષ્ટ્ર યુનિ.ના પૂૃર્વ વીસી)
• ડો. કમલેશ જોષીપુરા (સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ વીસી અને સૌરાષ્ટ્રના રાજકારણમાં સ્થાનિક નેતાઓથી બારમો ચંદર હોવાથી સાઈડલાઈન કરવાના તાલે) • શ્રી હિરાણી કચ્છ યુનિ.ના વર્તમાન કોમર્સ ફેકલ્ટીના ડીન (સ્થાનિકના યોગ્યતા ધરાવતા અનુભવી અને ટોપ મોસ્ટ સિનિયર છે, પાટીદાર સમુદાયમાંથી છે)

 

 

ગાંધીધામ : કચ્છને લાંબી રજુઆતો બાદ મળેલી સ્વતંત્ર પંડીત શ્યામજી કૃષણવર્મા કચ્છ યુનિ.માં ચાવીરૂપ એવુ વાઈસ ચાન્સેલરના પદે વર્તમાન સમયે બિરાજમાન એવા મુળ કચ્છના માંડવીના ડો.સી.બી.જાડેજાની ટર્મ પૂર્ણ થવા પામી રહ છે ત્યારે નિયમ અનુસાર નવા કુલપતિની નિમણુકં માટેની જરૂરી પ્રક્રીયાઓ શરૂ કરી દેવામા આવી છે. કુલપતીની પસદગી માટે સર્ચ કમીટીનું પણ ગઠન કરી લેવામા આવ્યુ છે જેમાં ચાર સદસ્યોનો સમાવેશ થઈ ગયો છે અનેટુંક જ સમયમાં આ સર્ચ કમીટીની મીટીંગ પણ મળવા પામી જશે તેવા કાઉન્ટડાઉન પણ એકતરફ સામે આવી રહ્યા છે ત્યારે બેઠકના ધમધમાટનીસંભાવનાઓની સાથે જ હવે આગામી ટર્મમાં કોણ બિરાજમાન થશે તેને લઈને શિક્ષણજગતમાં અટકળો શરૂ થવા પામી ગઈ છે.
નેાધનીય છે કે, વીસીપદ મેળવાને માટે કચ્છથી લઈ અને ઠેર ઠેરથી બોયોડેટા મોકલી દેવાની સાથેસાથ જ રાજકી લોબીંગ પણ તેજ બની જવા પામી ગયુ હોવાનુ સામેઆવવા પામી રહ્યુ છે. કચ્છના સ્થાનિક શિક્ષણવિદોથી લઈ અને અન્ય ઠેરઠેર સેવારત રહેલાઓના નામો આ પદ માટે લોકમુખે હાલના તબક્કે ચર્ચાવા પામી રહ્યા છે તેવા સમયે જાણકારો દ્વારા એવો સુચક ઈશારો કરવામા આવી રહ્યો છે કે, ભાજપી ગૌત્ર ધરાવનારની જ લાગશે લોટરી? આવી ચર્ચા ન માત્ર થઈ રહી છે પરંતુ તાજેતરમાંજ રાજયની કેટલીક યુનિ.માં થયેલી વીસીની વરણીને આધાર તરીકે પણ રજુ કરવામા આવી રહ્યા છે. કહેવાય છે કે,ગુજરાત યુનિ.માં ભાજપના પ્રવકતા ભરત પંડયાના સગા હિમાંશુ પંડયા તથા તાજેતરમાં જ ભાવનગર યુની.માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના ભાઈ ગીરીશ વાઘાણીની નિયુકિત કરવામાં આવી છે જે સૂચવે છે કે કુલપતી પદની લ્હાણી ભાજપી ગૌત્ર સાથે સંકળાયેલા કે ધરાવતા હશે તેવા શિક્ષણવિદને જ મળવા પામી શકે તેમ છે. એટલે કચ્છ યુનિ.માં પણ ચહેરો કોઈ પણ આવે વિચારધારા ભાજપ સાથે સંકળાયેલી હોય તેવા મુકાય તો નવી નવાઈ નહી કહેવાય.