કોણ બનશે અધ્યક્ષ? રાજકીય ગુજરાતમાં સર્જાતો સવાલ

ત્રીવેદી-આચાર્ય ઉપરાંત નવુ ત્રીજું નામ ઉભર્યું..!

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જામ્યા બાદ ભાજપનો પાતળી સરસાઈથી વિજય થયો હતો. આ સાથે ભાજપે ગુજરાતમાં છઠ્ઠી વખત સરકાર બનાવી હતી. જો કે ખાતાની સોપણી સમયે ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતીન પટેને થોડા સાઈડલાઈન કરાતા તેઓ પક્ષથી નારાજ થયા હતા પરંતુ અંતે તેમને મનાવી લેવામા આવ્યા હતા. ગુજરાતમાં ભાજપની સરકાર રચાયા બાદ કેટલાક નેતાઓને મંત્રીમંડળમાં રીપીટ કરવામાઆવ્યા ન હતા. ત્યારે આગામી ર૩ જાન્યઅુારીના રોજ ગુજરાત સરકાર વિધાનસભાના સ્પીકરના નામની જાહેરાત કરવાની છે ત્યારે ભાજપના આ બે નેતાના નામે હાલ ચર્ચાનું જોર પકડયુ છે. ભાજપના દિગ્ગજ નેતા અને વડોદરા બેઠકના ઉમેદવાર રાજેન્દ્ર ત્રીવેદી અને ડો.નીમાબેન આચાર્ય અને દુષ્યંત પટેલનું નામ હાલ ચર્ચાનુ જોર પકડયુ હોવાનુ મનાય છે.