કોડાય નજીક કાર પલ્ટી મારતા યુવાનનું મોત

માંડવી : તાલુકાના કોડાય ચાર રસ્તાથી તલવાણા જત હાઈવે ઉપર કાર પલ્ટી મારી જતા યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય એક ઘવાયો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કંડલાના ઈકબાલ ઈબ્રાહીમ નિંગામણા (ઉ.વ.૩૦) તથા મુસ્તાક બન્ને જણા માંડવીથી ગાંધીધામ તરફ કારથી જતા હતા ત્યારે તલવાણા નજીક રૂકનશાપીરની દરગાહ પાસે રોડ પર આવેલ જમ્પમાં કાર પલ્ટી મારી જતા ઈબ્રાહીમને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ભુજ જીકેમાં લાવતા સારવાર મળે તે પહેલા મોત આંબી ગયું હતું. જ્યારે મુસ્તાકને ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બિદડા ઉપથાણાના હેડ કોન્સટેબલ નવિનભાઈ પટેલે તપાસ હાથ ધરી હતી.