કોડાય-આડેસરમાં શ્રાવણી જુગાર રમતા ૧પ શકુનીઓ ઝડપાયા

ભુજ : માંડવી તાલુકાના કોડાયપુલ પાસે આવેલા મદારીવાસમાં પોલીસે છાપો મારી નવ ખેલીઓને જ્યારે આડેસરમાં જુગાર રમતા છ ખેલીઓને ઝડપી લીધા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માંડવી પી.આઈ. એમ. જે. જલુના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી. એચ. ઝાલા, એન. વી. ઝાલા સહિતના સ્ટાફે બાતમી આધારે કોડાય ગામે છાપો માર્યો હતો. મેલડી માતાના મંદિર સામે મદારીવાસમાં જુગાર રમતા બબા ઉર્ફે કારીયો જાલીયા દાતણીયા, ટપુ ઈસ્માઈલ મદારી, કાન્તી ઉર્ફે કાનો મામદ મદારી, વલીયા ઉર્ફે લાલો કમલ મદારી, સલીમ વેલજી મદારી, મીરખાન અબ્દુલ્લા મદારી, રણજીત અબ્દુલ્લા મદારી, કાસમ સુલેમાન મદારી, રફીક ગની મદારી (રહે. તમામ મદારીવાસ, કોડાય તા.માંડવી)ને ધાણીપાસા વડે જુગાર રમતા રોકડા રૂપિયા ૧૭,પ૬૦/- તથા ૭ મોબાઈલ મળી ર૧,પ૬૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા. આડેસરમાં તિનપતિ વડે જુગાર રમતા ઉમર રમઝાન જસરાણી, મેહુક કુંભા કોલી, રાજેશ કરમશી કોલી, રવજી ભીખા કોલી, રવજી રણછોડ કોલી, કેસુ ભીખા કોલી (રહે. બધા આડેસર)ને પોલીસે ૪પપ૦/- તથા પાંચ મોબાઈલ મળી ૬૪પ૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.