કોઠારામાં વાછરડા ભરેલ ટ્રક પકડાઈ

રાપર ગઢથી કારેજ લઈ જવાતા ચાર વાછરડા સાથે બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

નલિયા : અબડાસા તાલુકાના કોઠારા નજીક સુથરી ચાર રસ્તા પાસે વાછરડા ભરી જઈ રહેલ ટ્રકને પોલીસે પકડી પાડી બે શખ્સોની અટકાયત કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જુનાગઢ જિલ્લાના માંગરોડ તાલુકાના કારજ ગામના મુન્નાભાઈ અમરસિંહ દેવિપૂજક (ઉ.વ.રર) તથા મુઈ બિયાદ તા.લીંબડી જિલ્લો. સુરેન્દ્રનગર હાલે ધોરાજી રહેતા સુરેશ રવજી કોલી (ઉ.વ.૪૭) બન્ને જણા રાપર ગઢવાળીથી વાછરડા જીવ ૪ ટ્રક નંબર જીજે. ૧૦. ૭૮૦પમાં લઈ જતા હોઈ ટ્રકને ચેક કરતા વાછરડાઓ માટે ઘાસ-પાણીની વ્યવસ્થા નહી રાખી ગીચોગીચ રીતે બાંધીને લઈ જતા હોઈ વાછરડા કિં.રૂ. ર૦ હજાર તથા પાંચ લાખની ટ્રક કબજે કરી હતી. વાછરડાઓને પાંજરાપોળમાં છોડી મૂકી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછતાછમાં વાછરડાઓ ખેડૂતો માટે લઈ જતા હોવાનું કબુલ્યું હતું. આ કેસની તપાસ સહાયક ફોજદાર દિપસિંહ સોઢાએ તપાસ હાથ ધરી હતી.