કોઠારામાં ટ્રાફિકને અડચણરૂપ સાત રેકડીઓને પોલીસે કરી કબ્જે

નલિયા : અબડાસા તાલુકાના કોઠારા ગામના બસ સ્ટેશન પાસે આડેધડ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ સાત રેકડી ધારકો સામે ફોજદારી નોંધી રેકડીઓ કબજે કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ કોઠારા પીએસઆઈ એન.એમ. ચૌધરીએ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કોઠારા ગામના બસ સ્ટેશન વિસ્તારમાં માણસોની અવરજવર સમયે ટ્રાફિકને અડચણ થાય તે રીતે આડેધડ પાર્ક કરેલ ડબલ રોટી, આઈસ્ક્રીમ સહિતના સાત રેકડી ધારકો સામે આઈપીસી કલમ ર૮૩ હેઠળ ફોજદારી નોંધી હતી. જેમાં હરિસિંહ કલ્યાણજી સોઢા, રામસંગજી દાનસંગજી ખોડ, રામસંગજી દાનસંગજી ખોડ, કાકુભા ગોપાલજી સોઢા, હિરેન વસરામ કતીરા, નિતીનગર પરસોતમગર ગોસ્વામી, ભૈરવ પ્રતાપ ગોસ્વામીનો સમાવેશ થાય છે. અચાનક પોલીસ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીથી અન્ય રેકડી ધારકોમાં ફફડાટ મચી જવા પામી હતી.