કોટડા જડોદરાની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરનાર આરોપી ઝડપાયો

ઝડપાયેલ આરોપીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે

નખત્રાણા : નખત્રાણા તાલુકાના જડોદરા ગામે રહેતી સગીરાનું ગામમાં રહેતો ર૬ વર્ષિય વસંત ખેંગાર મેરીયા નામનો યુવાન લગ્નની લાલચ આપી આઠ ડિસેમ્બરના અપહરણ કરી ગયો હતો. જે બાબતે સગીરાની માતાએ નખત્રાણા પોલીસ દફતરે આરોપી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી જેના આધારે અપહરણ કરતા આરોપી વિરૂદ્ધ નખત્રાણા પોલીફ દફતરે પોસ્કોની કલમ તળે ગુન્હો નોંધ્યો હતો. જેની તપાસ સીપીઆઈ વી.એસ. ચંપાવતે હાથ ધરી હતી.
નખત્રાણા પોલીસ દફતરેથી પ્રાપ્ત મુજબ તપાસનીશ અધિકારી શ્રી ચંપાવત અને તેઓની ટીમે તપાસના અંતે બાતમીના આધારે નાની વિરાણી સીમમાં આરોપી વસંત ખેંગાર મેરીયાને ફરિયાદના ૩૪માં દિવસે ઝડપી લઈ પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી શરૂ હોવાનું તપાસનીશ અધિકારી શ્રી ચંપાવતે જણાવ્યું હતું. કાર્યવાહીમાં સીપીઆઈ વી.એસ. ચંપાવત સાથે હેડ કોન્સટેબલ દામજીભાઈ મંગા, વીરદેવસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.