કોટડા (ચ) રોડ પર ભારે માલવાહનોના પગલે બન્યું અકસ્માત ઝોન

ભુજ : કોટડા(ચ) પર ભારે માલ વાહનોનો ત્રાસ કુકમાથી કોટડા(ચ) જતા રોડ પર અવારનવાર નાના-મોટા અકસ્માત થઈ રહ્યા છે ત્યારે તંત્ર જાણે ગોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અહી ઓવરલોડ વાહનો તેમજ આ વિસ્તારમાં કોઈ ખાનગી કંપનીના મોટા વાહનો પસાર થવાના કારણે નાના-મોટા અકસ્માતો થવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ જાણે હપ્તા લેવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે. વળી અહી એક ખાનગી કંપનીના મોટા-મોટા પાંખડાના વાહનો રસ્તાની વચ્ચે ઉભા રાખી રહ્યા છે ત્યારે આ વિસ્તારના અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ મોટા વાહનોને ફકત રાત્રે લઈ જવાય તેવી કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવે તેવું આ વિસ્તારના જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે જેથી અકસ્માત થતા અટકે તેમ પણ લોકોએ જણાવ્યું હતું.