કોટડા (ચાંદ્રાણી) પંચાયત કચેરીના કોમ્પ્યુટર રૂમમાં આગ : ૧.૮૦ લાખ જેટલું નુકશાન

ગ્રામજનોએ મહામહેનતે આગ કાબુમાં લીધી

અંજાર : તાલુકાના કોટડા(ચાંદ્રાણી) ગ્રામ પંચાયત ઓફિસના કોમ્પ્યુટર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા કોમ્પ્યુટર સેટ, સાઉન્ડ સિસ્ટમ, લેઝર પ્રિન્ટર, સ્કેનર, ગ્રામ પંચાયતની વાયરીંગ, ટેબલ-ખુરશી સહિત ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા, જેના લીધે અંદાજીત રૂા.૧,૮૦,૦૦૦/- જેટલું નુકશાન થયા હોવાનું પ્રાથમિક અંદાજ કરવામાં આવેલ છે. ગઈકાલે બપોરે ૩ વાગ્યાની આસપાસ કોમ્પ્યુટર રૂમમાં આગ લાગતા ખુબ મોટા પાયે ધુમાડા સાથે આગે વિકરાળ સ્વરૂપ પકડતા ગ્રામજનોએ મહામહેનતે પાણી દ્વારા આગને ઓલાવી હતી. આ અંગે સરપંચ વિક્રમભાઈ છાંગાએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી. તેમજ દુધઈ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા સ્થાનિકે પંચનામાં સહિતની પ્રક્રિયા આરંભી આગળની કાર્યવાહી હાથ ધરી છે.