કોટડા (ચકાર) ખાતે પ્રોજેકટ ડાયરેકટર (આત્મા) દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો

આજરોજ પ્રોજેક્ટ ડાયરેકટર(આત્મા), કચ્છ કચેરી દ્વારા મુ.કોટડા (ચકાર), તા. ભુજ ખાતે જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. ડો. કે.ઓ.વાધેલા-પ્રોજેક્ટ ડાયરેકટર (આત્મા), કચ્છ એ સર્વેને આવકારી કચેરી દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી. આ તાલીમ કાર્યક્રમમાં શ્રી કુલદીપ સોજિત્રા, મદદનીશ બાગાયત નિયામક, ભુજ એ ખેડુતોને બાગાયતી ખેતીમાં મુલ્યવધન, મિક્ષ પાકોની ખેતી અને FPO (ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન) રજીસ્ટ્રેશન કરી સંગઠિત બની સામુહિક રીતે માર્કેટીંગ કરવા બાબતે માર્ગદર્શન આપ્યુ તેમજ બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. શ્રી શાંતીભાઇ ડાંગી, પ્રતિનિધીશ્રી, શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, મુ. કુકમા, તા. ભુજ એ સજીવ ખેતી વિશે ખુબ જ ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યુ. સજીવ ખેતીમાં જમીનની કેળવણી, પોષક તત્વોનું વ્યવસ્થાપન, વિવિધ જૈવિક ખાતરોની બનાવવાની પધ્ધતિઓ , રોગ-જીવાત નિયંત્રણ વગેરે વિષયો ઉપર ખુજ ઉંડી સમજ આપી હતી. ડો. પાવન ગોર, મેડીકલ ઓફીસર, સરકારી આયુર્વેદિક હોસ્પીટલ, ભુજ એ ઉપસ્થિત ખેડુત ભાઇઓ/બહેનોને મનુષ્યના આરોગ્ય માટે રસાયણો રહિત સજીવ ખેતી દ્વારા ઉત્પન્ન થયેલ ખેત પેદાશોનું મહત્વ સમજાવ્યું અને સ્વસ્થ આરોગ્યપ્રદ જીવન જીવવા માટે આયુર્વેદનું ખુબ જ મહત્વ છે તે બાબતે માર્ગદર્શન આપ્યુ. શ્રી સમીર સોલંકી, યોગ પ્રશિક્ષક, સરકારી આયુર્વેદિક હોસ્પીટલ, ભુજ એ સર્વેને વિવિધ યોગ અને પ્રણાયામ શિખવ્યા અને તેમના દ્વારા શરીરની તંદુરસ્તી જાળવી દિર્ધાયુ આયુષ્ય જીવી શકાય તે વિષય પર માર્ગદર્શન અને ઉપસ્થિત સર્વેને આયુર્વેદિક હોસ્પીટલ, ભુજ દ્વારા ઉકાળો પિરસવામાં આવ્યો અને ડો. પાવન ગોર એ નાની મોટી બિમારીગ્રસ્ત ખેડુત ભાઇઓ/બહેનોને વિના મુલ્યે આયુર્વેદિક દવાઓ આપી તબીબી સેવા કરવામાં આવી. આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને સજીવ ખેતી તરફ આગળ વધવા માટે ખાસ અનુરોધ કરવામાંઆવ્યો. આ કાર્યક્રમમાં અંદાજીત ૧૦૫ જેટલા ખેડુત ભાઇઓ/બહેનો ઉપસ્થિત રહ્યા હતાં કાર્યક્રમનું આયોજન શ્રીમતિ ગાયત્રીબેન પટેલ, એ.ટી.એમ.(આત્મા), અંજાર અને શ્રી સુદીપ પટેલ, એ.ટી.એમ.(આત્મા), ભુજ દ્વારા કરવામાં આવ્યુ હતું.