કોટડા (ચકાર)માં પ્રતાપસિંહની શ્રદ્ધાંજલિ સભામાં મહાનુભાવોએ આપી અંજલિ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત મહાનુભાવોએ પ્રતાપસિંહ જાડેજાના કામોને યાદ કર્યા

ભુજ : મુંબઈ ક્ષત્રિય સમાજના પ્રમુખ સ્વ. પ્રતાપસિંહ જાડેજાનું મુંબઈ મધ્યે અવસાન પામ્યા હતા. સદ્‌ગતની આજે કોટડા – ચકાર મધ્યે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. જેમાં પુર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા સહિત ક્ષત્રિય સમાજ સહિત આજુ-બાજુના ગામજનો તેમજ વિવિધ અગ્રણીઓ પુષ્પાજલી અર્પી હતી.ભુજ તાલુકાના કોટડા (ચકાર) ગામે તાજેતરમાં મુંબઈ મધ્યે અવસાન પામેલા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપસિંહ જાડેજાના નિવાસસ્થાને જઈ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અને સદ્દગતની દિલેરા દાતાને બિરદાવી પુષ્પાંજલિ અર્પી હતી. સદ્દગતને શ્રદ્ધાંજલિ આપવા પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, દામજીભાઈ એન્કરવાલા, દેવેન્દ્રસિંહ જેઠવા સહિતના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને તેમના કામોને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પિ હતી.

પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાની કચ્છ મુલાકાતથી રાજકારણ ગરમાયું

ભુજ : હાલમાં કોરોના હળવો થતા રાજકારણનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે. ર૦રરમા ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અત્યારથી રાજકીય સળવળાટ ઊભો થયો છે. એક તરફ ભાજપે પોતાના તમામ નેતા અને ધારાસભ્યો સાથે મીટિંગ કરી ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. દરેક જિલ્લાઓમાં સંગઠનની રચના પણ ચૂંટણીને ધ્યાને રાખી કરાઈ છે.કોંગ્રેસ હજુ પણ મેદાનમાં દેખાઈ નથી તેવામાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીનો ધમધમાટ આરંભી દીધો છે.કેજરીવાલની ગુજરાત મુલાકાત અને ઈશુદાન ગઢવીનું આપ સાથે જોડાણ થયા બાદ આપ સક્રીય બની છે. ઈશુદાન ગઢવી આ મહિનામાં કચ્છની મુલાકાતે છે જેથી જિલ્લામાં રાજકારણનો સળવળાટ અત્યારથી જ તેજ બન્યો છે.આવા સમયે પ્રજા શક્તિ પાર્ટીના અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજરોજ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.આ દરમિયાન તેઓએ કેટલાક જુના જોગી અને પરિચિતો સાથે ચૂંટણી સંબંધીત તૈયારીઓ માટે વાર્તાલાપ કરી ચૂંટણી જંગમાં પોતાનો એક્કો બેસાડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.