કોટડા (આથમણા)માં સરપંચ પર હુમલો કરનાર આઠ શખ્સો સામે રાયોટીંગ

ભુજ : તાલુકાના કોટડા (આથમણા) ગામે સરપંચ ઉપર હુમલો કરનાર આઠ શખ્સો સામે રાયોટીંગનો ગુન્હો નોંધાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કાનજી ઉર્ફે શંભુ જગમાલ રબારી (રહે. સણોસરા તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓ જુથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે છે. હુમલાનો બનાવ ગઈકાલે સાંજે પોણા સાત વાગ્વ્યે બનાવ પામ્યો આરોપીઓ મુળા વંકા રબારી, જેસા વેલા રબારી, રામા માલા રબારી, પચાણ વેલા રબારી, માલા વેલા રબારી, હમીર વંકા રબારી, સારંગ માલા રબારી, કમા ભીમા રબારી (રહે. તમામ સણોસરા તા.ભુજ) ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે લાકડીઓ જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ચૂંટણી અંગેનું મનદુઃખ રાખી તેમજ પોતાના ગૌચર જમીનમાં બનેલા મકાનોને કાયદેસરની જમીન ઉપર પોતે સરપંચ હોવાના રૂએ ચડાવી આપવા જણાવતા તેઓએ ના પાડતા ગાળો આપી લાકડીઓ વડે મારમારી ઈજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાતા પધ્ધર પોલીસે આરોપીઓ સામે રાયોટીંગની કલમો હેઠળ ગુન્હો નોંધી પીએસઆઈ એસ.જે. રાણાએ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.