કોઇપણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે : વાસણભાઇ આહિર

મેઘપર બોરીચીના સોનલનગર ખાતે સરકારી પ્રા. શાળાનો આરંભ કરાયો

 

અંજાર : તાલુકાના મેઘપર (બો)ના સોનલનગર ખાતે સરકારી પ્રા.શાળાનો આરંભ કરાવતા અંજાર ધારાસભ્ય તથા રાજયમંત્રી વાસણભાઇ આહીરે કોઇપણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે તેવો ભાવ વ્યક્ત કરતા શહેરો જેવી જ શિક્ષણ સુવિધા ગ્રામ વિસ્તારમાં પણ મળી રહે છે તેને સરકારની સિદ્ધિ ગણાવી હતી.
તેમણે આગામી સમયમાં પ્રા. શાળાના નૂતન ભવનના નિર્માણની ખાતરી આપવા સાથે છેલ્લા પ વર્ષમાં થયેલા કામોનો ચિત્તાર આપતા જણાવ્યું કે, આ વિસ્તારમાં કરોડોના ખર્ચે ચાર-ચાર પ્રાથમિક શાળાઓ, પાણીની સમસ્યા હલ કરવા બે કાર્યક્ષમ બોર સાથેની રૂ.૨.૫ કરોડની પાણી પુરવઠા યોજના તથા અન્ય માળખાકીય સુવિધામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વેગવંતુ નિર્માણ હાથ ધરાયું હતું. આગામી સમયમાં વીજ સબ સ્ટેશન તથા વસ્તીની જમાવટને ધ્યાને લઇ મેઘપર (બો)ને બરો નગરપાલિકાનો દરજ્જો હાંસિલ થાય તે માટેના ફળદાયી પ્રયાસોની ખાતરી આપી હતી. તેમણે મેઘપર (બો) તથા મેઘપર (કું) વાસીઓના તેમના પ્રત્યેના અઢળક પ્રેમ બદલ ઋણ સ્વીકાર કર્યો હતો તથા જાગૃતજનો પ્રતિનિધિઓ વાળું મેઘપર (બો), મેઘપર (કું) આગામી સમયમાં કચ્છીનું ગોકળીયું, વૃંદાવનધામ બનીને રહેશે તેવી આશા વ્યકત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષા છાયાબેન ગઢવી, અંજાર તાલુકા ૫ંચાયત પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, ઉપપ્રમુખ જયોત્સનાબેન દાસેે પ્રાસંગિકમાં સતત વિકાસની વાત કરનારા, વિકાસના મીઠાં ફળ ચખાડનારા રાજયમંત્રી વાસણભાઇ આહિરની ૬ઠ્ઠી ઈંનિગ્સ યાદગાર બની રહેશે અને ગત ટર્મનો ૨૭૦૦ કરોડનો રેકોર્ડ વિકાસ આ ટર્મમાં સવાયો થઇને રહેશે તેવી શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં છાયાબેને વડાલામાં માધ્યામિક શાળાની મંજુરી મળે તેવી લોકલાગણી અને માગણીની અપેક્ષા વ્યકત કરતાં રાજયમંત્રીએ ટુંક સમયમાં કારગત કાર્યવાહીની હૈયાધારણ આવી હતી. પ્રારંભમાં મંત્રી, ઉપસ્થિતોને શાબ્દિક આવકાર અંજાર તા.પં.ના ઉપપ્રમુખે આપ્યો હતો. સ્વાગત સરપંચ ભોજાભાઇ, ઉપસરપંચ રાજભા ગઢવી, ગ્રા.પં.સભ્ય સવિતાબેન, માજી સરપંચ કોકીલાબેન, મધુબેન અબોટી, ગીતાબેન, હરપાલજી ગોહિલ, બિપીન પટેલ, સંજય જોશી, ખોડાભાઇ, કાનજીભાઈએે કર્યુ હતું. સંચાલન હિતેન્દ્રતસિંહ બાપુ તથા આભારવિધિ જીગર ગઢવીએ કરી હતી. આ પ્રસંગે ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પૂણ્યથતિથિ અન્વયે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. શ્રી આહિર દ્વારા લોક રજુઆતો સાંભળતા શકય તમામ યોગ્ય કાર્યવાહી કરવા વચનબધ્ધ થયા હતા. આ પ્રસંગે અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ મ્યાત્રા, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાના શેઠ, મશરૂભાઇ રબારી, ભાજપ લઘુમતી મોરચાના આમદભાઇ ગોરાત, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ચંદ્રિકાબેન લીંબાચીયા, મહિલા અગ્રણી લખીબેન, ટીપીઇઓ સામતભાઇ વસરા, ભાજપ ઉપપ્રમુખ બાબુભાઇ આહિર, મહિલા અગ્રણી શ્રેયાબા, પ્રભાતબા રાણા, શૈલેષ પટેલ, પટેલભાઇ, પ્રદિપ
પાંડે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી શ્રી ચાવડા, દિલીપસિંહ રાઠોડ, સોનલનગરના ગ્રામજનો, શિક્ષણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.