કોઇપણ ક્ષેત્રમાં સારી કામગીરી કરી હોય તેવી મહિલાઓએ જિલ્લા મહિલા અને બાળ કચેરીમાં અરજી કરવી

દેશની આઝાદીના ૭૫ વર્ષ ૧૫-૦૮-૨૦૨૨ ના રોજ પૂર્ણ થાય છે ત્યારે તે પહેલા દરેક રાજ્યમાંથી ૭૫ મહિલાઓ આઇડેન્ટીફાઈ કરવા અર્થે એક અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જે મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જે મહિલાઓએ કોઈપણ ક્ષેત્રમાં સારી કામગીરી કરેલ છે તેવી જિલ્લા દીઠ ૩-૩ (ત્રણ-ત્રણ) મહિલાઓની સકસેસ સ્ટોરી પબ્લીસ કરવા અર્થે મંગાવવામાં આવેલ છે. આવી મહિલાઓ જે-તે ક્ષેત્રે કામ કરતી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

ઉક્ત વિગત મુજબ કોઈ પણ ક્ષેત્રે સારી સિધ્ધિ/નામના મેળવેલ મહિલાઓએ પોતાની સહમતી સાથેની અરજી તેમજ તેમણે મેળવેલ સિધ્ધિ/નામના અંગેની વિગત “સકસેસ સ્ટોરી” અત્રેની કચેરીને દિન-૫ માં પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે મોકલી આપવા વિનંતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રૂમ નં ૨૦૭-૨૦૯, તાલુકા સેવા સદન, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં  મુન્દ્રા રોડ – ભુજ (ફોન નં. ૦૨૮૩૨-૨૩૦૦૧૦, વોટ્સએપ નં. ૯૦૬૭૫૮૭૮૯૭ Email :- wco-wcd-ku[email protected]) ઇ-મેઈલ તેમજ વોટ્સ એપ પર પણ આપ માહિતી મોકલી શકશો.