કોઇની બાલ્ટી બનવા કરતા PMની ચમચી બનવું સારૂ : અનુપમ ખેર

બોલીવૂડના જાણીતા અભિનેતા અને મોદી સરકારના સમર્થકના તરીકે જાણીતા અનુપમ ખેર ફરી તેમના વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને સવાલ પુછવામાં આવ્યો કે, તમારા વિરોધીઓનું માનવું છે કે તમે મોદી સરકારના જ ગુણગાન ગાઓ છો. તેના જવાબમાં અનુપમ ખેરે જણાવ્યું કે, એ લોકો સાચું કહે છે, કોઇની બાલ્ટી બનવા કરતા મોદીના ચમચા બનવું વધારે સારૂ છે. આપણા દેશમાં કોઇ પણ જાતી કે ધર્મ વિશે બોલે છે તો તેને કોન્શિયસ કરી દેવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, વધુમાં અનુપમ ખેરે પોતાના હાથ પર બનેલ નિશાન વિશે વાત કરતાં જણાવ્યું કે, આ મારી માતાએ મને આપ્યું છે. તેનું કોઇ ધાર્મિક કારણ નથી. જુઓ હું આ દોરો પણ પહેરું છું, જે એક મસ્લિમ પીરે મને આપ્યો છે. આજ મારા હિન્દુસ્તાનની સાચી ઓળખ છે. નોંધનીય છે કે, એફટીઆઇઆઇના ચેરપર્સન બન્યા બાદ અનુપમ ખેર પર અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા. તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, મે મારી કરિયરમાં ૫૦૮ ફિલ્મો કરી છે. જો હું બધાની વાતો અને આલોચનાથી ડરતો હોત તો ૮ ફિલ્મો પણ ન કરી શક્યો હોત.