કોંગ્રેસ વિકૃત માનસીકતા ત્યજેઃ રૂપાણી

હાર્દીકની મહાપંચાયતમાં જીતુવાઘાણી સહિતનાઓ પર બફાટ કરનારને મુખ્યપ્રધાને લીધા આડેહાથ

 

ગાંધીનગર : હાર્દીક પટેલ યોજીત મહાપંચાયતમાં કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા કરવામા આવેલા વાલી વિલાસને લઈ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ તીખી પ્રતિક્રીયા આપી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ગત રોજ હાર્દિકની પંચાયતમા વિરજી ઠુમ્મર દ્વારા જીતુવાઘાણી સહીતના ભાજપના નેતાઓ પર બફાટ કર્યો હતો જે મામલ આજે રોજ વિજયભાઈએ કહ્યુ હતુ કે કોંગ્રેસની માનસીકતા જ આવી છે. તેઓએ પોતાની માનસીકતા સુધારવી જોઈએ.