કોંગ્રેસ પ્રેરીત છે હાર્દિકનું આંદોલન : ગુજરાત સરકાર

ઉર્જાપ્રધાન સૌરભ ૫ટેલે રાજ્ય સરકાર વતીથી ઉપવાસ આંદોલન પર આપી પ્રતિક્રીયા : હાર્દિકને કોંગ્રેસનો ટેકો છે, ભાજપ અને નરેન્દ્ર મોદી વિરોધી લોકો જ હાર્દિકને મળવા જાય છે : ગુજરાત સરકાર ખેડૂતોના વિકાસ માટે સદાય છે ચિંતિત : પાટીદાર સમાજનો ગુજરાત સરકારે વ્યકત કર્યો આભાર : કોંગ્રેસીઓ હાર્દિકને ટેકો આપે છે પણ આવેદનોમાં કયાંય અનામત શબ્દનો ઉલ્લેખ સુધ્ધાં પણ કરતા નથી : હાર્દિકને ડોકટરની સલાહ માનવા કર્યો અનુરોધ : ઉપવાસ આંદોલન બાદ પ્રથમ વખત રાજય સરકારે આપ્યું નિવેદન

 

ગાંધીનગર : હાર્દિક પટેલ પાછલા કેટલાક સમયથી ઉપવાસ પર બેઠા છે ત્યારે આજ રોજ રાજયના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી અને સરકારનો મત રજુ કર્યો છે આ ઉપરાંત હાર્દિકના ઉપવાસને તેઓએ કોંગ્રેસ અને રાજકીય દળો પ્રેરીત હોવાનુ જણાવ્યુ હતુ. ઉર્જામંત્રી સોરભ પટેલ દ્વારા આજ રોજ પત્રકાર પરિષદ યોજી અને કહ્યુ હતુ કે, હાર્દિક પટેલ ઘણા સમયથી ઉપવાસ પર બેઠા છે. સરકાર દ્વારા ઉપવાસીછાવણીને જરૂરી તબીબ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દીધી છે. હાર્દિક પટેલ તબીબને સહકાર આપતા નથી. અમે ઈચ્છીએ કે તેઓ ડોકટરની સલાહ અનુસાર વર્તે. આંદોલન બાબતે તેઓએ કહ્યુ હતુ કે, આ આંદોલન કોંગ્રેસ પ્રેરીત છે. કોંગ્રેસના મિત્રો આ આંદોલનને ટેકો આપી રહ્યા છે. હાર્દિકને મળવા જનારા છે તેઓ પણ ભાજપ અને મોદી વિરોધી હોય તેવુ વધારે દેખાય છે. સુપ્રીમ અને હાઈકોર્ટે પણ પ૦ ટકાથી વધારે અનામત મળી ન શકે તેવા સ્પષ્ટ ચુકાદાઓ આપેલા છે તે વિષય કોંગ્રેસનું શું કહેવુ છે તેવો સવાલ પણ ઉર્જામંત્રીએ કર્યુ હતુ. વધુમાં રાજયપાલને આઠ પાનાનું આવેદન કોંગ્રેસના મિત્રોએ આપેલો હતો પરંતુ તેમાં અનામતનો એક શબ્દનો ઉલ્લેખ કરાયો નથી. આજની તારીખમાં રાજય સરકારનો વિચાર સ્પષ્ટ છે. અનામતના વિષયે આયોગ-નિગમની રચના રાજય સરકાર દ્વારા કરાઈ છે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ, સ્વરોજગારી માટે હોય કરોડો કરોડો રૂપીયાની પ્રોજેકટને માટ જોગવાઈ કરવામા આવી છે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની પણ આ વરસે બજેટમાં ખુબજ મોટી જોગવાઈ રાજય સરકાર દ્વારા કરવામા આવી છે. રાજય સરકાર ખેડુતોને પણ તમામ ક્ષેત્રમં મદદ કરવા તૈયાર છે. સરકાર કાયમને માટે પાણી પહોંચાડવાની વાત હોય કે અન્ય કોઈ વિષય સુજલામ સુફલામ યોજના, તળાવો ઉંડા કર્યા, સૈાની યોજના અમલી બનાવી અને પાણી પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે. ટપક પદ્વતિ માટે પણ કરોડોરૂપીયાની જોગવાઈ કરાઈ છે. સૌરભ પટેલ દ્વારા આ તબક્કે પાટીદાર સમાજનો પણ આભર વ્યકત કર્યો હતો અને તેઓએ ક્હયુ હતુ કે પાટીદાર આંદોલન હાર્દિકના ઉપવાસથી કયાંય ઉશ્કેરાયા નથી અને શાંતી જાળવી રાખી છે. પાટીદાર સમાજ વધુને વધુ જાગૃત રહે તેવી આશા પણ તેઓએ વ્યકત કરી હતી. રાજય સરકાર ખેડુતોને તેમના પાકોના યોગ્ય ભાવ મડે, ગોડાઉનોની સુવિધા થાય તે સહિતની દીશામાં સતત પ્રયત્નશીલ છે.