કોંગ્રેસે લોકસંપર્ક કરીને ઢંઢેરા મુજબ લોકોને આપ્યા વચનો

ભાજપની નિષ્ફળતા ગણાવીને કોંગ્રેસના આગામી આયોજનો લોકો સમક્ષ મુકાયા

ભુજ : વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ લોકસંપર્ક કરી દીધા બાદ હવે સંપર્ક કરી દીધા બાદ હવે કોંગ્રેસ દ્વારા લોકસંપર્ક શરૂ કરાયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ ભુજમાં પ્રચાર કર્યો હતો.
ભાજપના લોકસંપર્ક બાદ કોંગ્રેસે વિવિધ પ્રજાકીય મુદ્દાઓ ઉપાડીને પોતાના લોકસંપર્કમાં શ્રી ગણેશ કર્યા હતા. કોંગ્રેસે ખેડૂતોને થતા અન્યાય, મોંઘવારી, પેટ્રોલ- ડીઝલના અને અનાજના ભાવવધારા, ગેસના ભાવ વધારા સહિત વીજળી, શિક્ષણ, આરોગ્ય મોંઘુ થતાં ભાજપની સરકારને કોંગ્રેસે નિષ્ફળ ગણાવી હતી. સાથે જ આગામી દિવસોમાં જા કોંગ્રેસ સત્તા પર આવશે તો ઘર વિહોણી મહિલાઓને ઘરનું ઘર આપવાનું વચન અપાઈ રહ્યું છે. આ ઉપરાંત મોંઘવારી કાબુમાં રાખવા પ્રયાસ કરાશે. નવી સરકારી હોÂસ્પટલો બનાવીને આરોગ્ય સારૂ મળે તેવા પ્રયાસો કરાશે. શિક્ષણ સારૂ મળે, ખેડૂતોને ન્યાય મળે તેવા પ્રયાસો કોંગ્રેસ દ્વારા કરાશે તેવા વચનો લોકસંપર્કમાં અપાયા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલા લોકસંપર્કમાં ન્યુ સ્ટેશન રોડ, વ્હાઈટ બિલ્ડિંગ, શરાફ બજાર, ડાંડા બજાર, દરબાર ગઢ, ન્યુ મિન્ટ રોડ, છઠ્ઠીબારી રીંગ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં કોંગી કાર્યકરો ફરી વળ્યા હતા. પ્રદેશ અગ્રણી નૌસાદ સોલંકીની ઉપસ્થિત અને માર્ગદર્શન તળે નરેશ મહેશ્વરીની આગેવાની અરજણ ભુડિયા, આદમભાઈ ચાકી, જયવીરસિંહ રાણા, રાજેન્દ્રસિંહ જાડેજા, કાસમ સમા, રફીક મારા, ફકીરમામદ કુંભાર, અસરફ સૈયદ, ગની કુંભાર, કાંતિભાઈ ગોર, ઘનશ્યામ ભાટી, અનિલ સોની, રસીકબા જાડેજા, માનશી શાહ, ભૈરવી વૈદ્ય, કરીમાબેન પઠાણ, સોનૈયાબેન ઠક્કર સહિતના કોંગી અગ્રણીઓ, મહિલા કાર્યકરો બહોળી સંખ્યામાં લોકસંપર્કમાં જોડાયા હતા.