કોંગ્રેસનો આજે ‘લોકતંત્ર બચાવ દિવસ’ : રાજકોટમાં પોલીસતંત્ર સતર્ક

વજુભાઈ વાળાના નિવાસસ્થાને ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો

રાજકોટ : કર્ણાટકમાં ભાજપ દ્વારા જે રીતે સરકાર બનાવવામાં આવી છે તે મામલે કોંગ્રેસ વિરોધ કરી રહી છે. આજ રોજ કોંગ્રેસ અહી લોકતંત્ર બચાવ દીનના નામે વિરોધ પ્રદર્શન કરી રહ્યુ છે. કોંગ્રેસના વિરોધને જોતા વજુભાઈવાળાના રાજકોટ સ્થિતી નિવાસસ્થાને સુરક્ષા વ્યવસ્થાઓ વધારી દેવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.
કોંગ્રેસના વિરોધને જોતા રાજકોટમાં કોટેચા નગરના વિસ્તારમાં વજુભાઈવાળાના નિવાસસ્થાને મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આખેઆખા નુતનનગરથી વજુભાઈવાળાના નિવાસસ્થા સુધી પોલીસકર્મીઓ, કયુઆરટીની ટીમો મુકી દેવાઈ છે.