કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો

હૈદરાબાદ ; કોંગ્રસને એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે મેઘાલયમાં પહેલાથી જ સતા ગુમાવી ચુકેલી કોંગ્રેસના વધુ એક વરિષ્ઠનેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે શુક્રવારે મેઘાલયમાં જ્યારે પાંચ વખતનાં ધારાસભ્ય માર્ટિન ડાંગોએ પાર્ટી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા ત્યારબાદ શનિવારે એક અન્ય રાજ્યના વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ પાર્ટી સાથેનો સંબંધ તોડીને સત્તારૂઢ પાર્ટીનું દામન પકડ્યું હતું.
બીજીતરફ તેલંગાણાના મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને ઝટકો દતા વરિષ્ઠ નેતા અને પુર્વ મંત્રી દાનમ નાગેન્દ્રએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું . જો કે મીડિયા રિપોર્ટ અનુસાર પ્રદેશ કોંગ્રેસ કમિટી અધ્યક્ષ એન ઉત્તમ કુમાર રેડ્ડી નાગેન્દ્રનાં ઘરે તેણે
પોતાનો નિર્ણય પાછો ખેંચવા માટે મનાવવા ગયા હતા જો કે તેઓ મળ્યા જ નહોતા . પૂર્વ મંત્રી દાનમ નાગેન્દ્રએ શનિવારે કહ્યું કે , તે સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતીમાં જોડાશે .
તેમણે આરોપ લગાવ્યો કે , કોંગ્રેસમાં માત્ર એક જ સમુદાયને જ પ્રાથમિકતા મળી અને પછાત વર્ગોને નજર અંદાજ કરવામાં આવ્યા . નાગેન્દ્ર ૨૦૦૯-૨૦૧૪ ની વચ્ચે કોંગ્રેસ સરકારમાં મંત્રી રહ્યા હતા . તેમણે કહ્યું કે, તેલંગાણાના મુખ્ય મંત્રી કે . ચંદ્રશેખર રાવે સમાજનાં અલગ અલગ તબક્કાઓ માટે કામ કર્યુ છે . જે કે અવિભાજિત આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે વાઇએસ રાજશેખર રેડ્ડીએ કર્યું હતું .અગાઉ મેઘાલયમાં કોંગ્રેસને બેવડો ઝટકો લાગ્યો હતો . એક તરફ કોંગ્રેસી ધારાસભ્ય માર્ટિન ડાંગાએ રાજીનામું આપ્યું , બીજી તરફ ડાંગોનાં રાજીનામા બાદ કોંગ્રેસે રાજ્ય વિધાનસભામાં સૌથી મોટી પાર્ટીનો દરજ્જો ગુમાવી દીધો . ડાંગોના પણ સત્તારૂઢ પાર્ટી એનપીપીમાં સમાવિષ્ટ હોવાની વાત કહેવામાં આવી રહી છે . એનપીપી આ પુર્વોત્તર રાજ્યમાં ભાજપ અને અન્ય કેટલીક ક્ષેત્રીય પાર્ટીઓની સાથે મળીને ગઠબંધન સરકાર ચલાવી રહી છે . મેઘાલયમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી . કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવા છતા પણ સરકાર બનાવવામાં નિષ્ફળ નિવડી હતી.