કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા થયા કોરોના સંક્રમિત

(જી.એન.એસ)પોરબંદર,ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. પોરબંદર કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવશે. આર.ટી.પી.સી.આર. રિપોર્ટ પોઝિટિવ આવતા સંપર્કમાં આવેલા લોકોમાં ચિંતા વધી છે. રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ૬,૬૯૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૬૭ લોકોનાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪,૯૨૨ પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે ૨,૭૪૮ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી ૩,૨૦,૭૨૯ લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૪ હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો ૩૪,૫૫૫ પર પહોંચ્યો છે. જેમાંથી ૨૨૧ લોકો વેન્ટિલેટર પર અને ૩૪,૩૩૪ લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ ૮૯.૦૪ ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪,૯૨૨ પર પહોંચ્યો છે.