કોંગ્રેસના ‘સંવિધાન બચાવો’ અભિયાનના શ્રીગણેશ

દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમથી રાહુલ ગાંધીએ કરાવ્યો પ્રારંભ : દલિત સમુદાયના લોકો જોડાયા : કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ રહ્યા ઉપસ્થિત

દલિત વિરોધી છે મોદી સરકારની વિચારધારા : રાહુલ ગાંધી

નવી દલ્હી : આજ રોજ રાહુલ ગાંધીએ સંવિધાન બચાવો અભિયાન શરૂ કરાવતા સબોધન કરી અને નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા તથા દલિતવર્ગ, શોષીતો અને મહીલાઓ માટે કેન્દ્રની માદી સરકાર પાસે જરા સહેજ પણ સમય નથી. દેશમાં અત્યાચાર વધી રહ્યો છે. ઉન્નાવ, યુપી, એમપી, મહારાષ્ટ્ર બધી જગ્યાએદલિતોની સામે અત્યાચાર વધી રહ્યો છે. મોદી પર વધુ નિશાન સાધીને રાહુલે કહ્યુ હતુ કેપીએમ મોદીની નીતી દલિત વિરોધી છે. દલિતો પર દેશમાં અતયાચારો વધી રહ્યા છે. આ દેશમાં સંવિધાન સૌની રક્ષા કરે છે. આરએસએસનીવિચારધારા વાળા લોકોને બંધારણના ઘડતરમાં મૂકવામા આવી રહ્યા છે. સુપ્રીમકોર્ટના ચાર-ચાર ન્યાયાધીશ સરકારની સામે ખુલ્લીને મોરચો માંડે તેવી ઘટના આ સરકારના રાજમાથી જ પ્રથમ વખત ભારતમાં બન્યુ છે. હું પંદર મીનીટ નીવર મોદી, રાફેલ ડીલની વાત કરીશ તો મોદીજી ત્યા પંદર મીનિટ ઉભા નહી રહી શકે. રાહુલ ગાંધીએ મોદીની પુસ્તક કર્મયોગનો ઉલ્લેખ કર્યો અને મોદીની પુસ્તકમાં દલિત વિરોધી વિચારો હોવાની ટીપ્પણી કરી હતી. આજે દેશમાં પ્રેસનો અવાજ દબાવવામા આવી રહ્યો છે.મોદીજીએ કાલે એપી-એમએલએને કહયુ કે, પ્રેસને મસાલો ન આપો. દેશ માત્ર મારા મનની વાત જ સાંભળશે. સંસદમાં પણ કોઈ નહી બોલે. સુપ્રીમકોર્ટમાં કોઈ નહી બોલે.વિધાનસભામાં કોઈ નહી બોલે. ભાજપના એમપી-એમએલએસ નહી બોલે માત્ર નરેન્દ્ર મોદી જ બોલશે અને તે માત્ર અને માત્રપોતાના મનની વાત જ બોલશે.
અગાઉ મોદી સરકારે સુત્ર આપ્યું હતુ..કે બેટી પઢાઓ-બટી વધાઓના બદલે હવે મોદીજી નવુ સુત્ર આપશે કે બેટી બચાઓ. મોદીને માત્ર મોદીમાં જ ઈન્ટરસ્ટ છે. દલિતો પર અત્યાર થઈ રહ્યા છે. સગીરાઓ પર રેપ થઈ રહ્યા છે. યુવાનોની સાથે છેતરપીંડી થઈ રહી છે. ૭૦વરસ સુધી કોંગ્રસે પાર્ટીએ ભારતને બંધારણ આપ્યુ અને તેની રક્ષા કરી છે.
ભાજપ-આરએસએસના લોકો આ બંધારણને કયારે નહી અનુસરે. નોટબંધી-જીએસટી લાગુ કરી અને અર્થતંત્રના ફાડા કરી દીધા. નાના દુકાનદારોને મારી નાખ્યા..ખેડુતોને બેહાલ કરીદીધા છે. ખેડુતોને ડબલ ઋણ ચુકવવાની વાત કરી હતી છતા આજે ખડુતોના આપઘાત વધીરહ્યા છે. બેંકોમાં પંદર લાખ આવવાના હતા તેનું શું થયુ? ર૦૧૯માં મોદીને દેશવાસીઓ પોતાના મનની વાત બતાવી દેશે તેવો હુંકાર પણ રાહુલે કર્યો છે.

 

 

 

નવીદિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજથી તારીખ ર૩ એપ્રીલથી સંવિધાન બચાવો અભિયાનની શરૂઆત કરી છે. જેનો હેતુ સંવિધન તથા દલિતો પર કથિત હુમલાના મુદાને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાનો છે. આગામી વરસે યોજનારી વિધાનસભાની ચૂંટણી પહેલા દલિત સમુદાય વચ્ચે પોતાનું સ્થાન બનાવવાના પ્રયત્નના ભાગરૂપે કોંગ્રેસે આ અભિયાન શરૂ કરી રહી છે. તેની શરૂઆતના અવસરે પૂર્વ વડાપ્રધાન તથા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વિશેષ જોડાયા હતા.
રાજકીય બેડાની વાત માનીએ તો સંવિધન બચાવો અભિયાન ર૦૧૯મા યોજનારા લોકસભાની ચૂંટણીને જોતા શરૂ કરવામાં આવ્યુ છે. તાજેતરમાં જ એસસીએસટી કાનુનમાં કથિત રીતે ફેરફારના મુદે દલિત આક્રોશીત જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ આ તકનો લાભ લઈને તેમને પોતાના પક્ષમાં કરવાના જુગાડમાં છે. તેને ધ્યાનમાં રાખી આ અભિયાનની શરૂઆત કરવામા આવી હોવાનુ મનાય છે. અભિયાનને ભીમરાવ આંબેડકર સાથે જોડાવામા આવી રહ્યુ હોવાનુ પણ મનાય છે. કોંગ્રેસના વર્તમાન તથા પૂર્વ સાંસદ, જિલલા પરીષદો, નગરપાલિકાઓ અને પંચાયત સમીતીઓમા પાર્ટીના દલિત સમુદાયના પ્રતિનિધિ અને પાર્ટીના સ્થાનીક એકમોના પદાધિકારીઓ પણ તેમાં ભાગ લેશે. ભજપ સરકારમાં સંવિધાન ખતરામાં છે. દલિત સમુદાયને શિક્ષણ અને નોકરીનીતકો નથી મળી રહી. આ અભિયાનનો હેતુઆ મુદાઓને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાનો હોવાનુ પણ મનાય છે. કોંગ્રેસ અનુસુચિત જાતી વિભાગના પ્રમુખ વિપિન રાઉતે એક નિવેદનમાં દાવો કર્યો કે આરએસએસ સમર્થિત ભાજપ જયારથી કેન્દ્રમાં સત્તામાં આવી છે કોઈને કોઈ રીતે દેશના સંવિધાન પર હુમલો થતો રહ્યો છે તેનાથી વંચીત વર્ગને તેમના સંવૈધાનીક અધિકાર મળી રહ્યા નથી.