કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે માતાનામઢ-હાજીપીરના સ્થાનકે માથું ટેકવ્યું

અમીતભાઈ ચાવડાએ નખત્રાણાની મુલાકાત લીધી : જનમિત્ર કાર્યકર યોજના પર ભાર મુકયો

 

નખત્રાણા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીતભાઈ ચાવડા પ્રથમ વખત માતાનામઢ ખાતે આશાપુરાના દર્શન કરી, કોમી એકતાના પ્રતીક હાજીપીર બાબાની દરગાહે સલામ ભરી ચાદર ચડાવી હતી.
બાદમાં નખત્રાણા ખાતે આવેલા ધારાસભ્ય કાર્યાલય ખાતે કોંગ્રેસ જિ.પં., તા.પં.ના સભ્યો તથા કાર્યકરોને આગામી લોકસભામાં કોંગ્રેસનું માળખું મજબુત બનાવી વધારેમાં વધારે લોકો કોંગ્રેસમાં જોડાય તેવી હાકલ કરી હતી.
તમામ ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને સુખાકારી આપવામાં સરેઆમ નિષ્ફળ ગઈ છે તેમ જણાવી કચ્છમાં કોંગ્રેસને બુથ લેવલ મજબુત બનાવવાની તાકીદ કરી હતી. ધારાસભ્ય પી.એમ. જાડેજાએ તેમનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું. ઈબ્રાહીમભાઈ મંધરા, આદમ ચાકી, આદમ લાંગાય, અશ્વિન રૂપારેલ, મમુભાઈ આહીર, અનવર ચાકી, રમેશદાન ગઢવી, વિશનજી પાંચાણી, મુસ્તાક ચાકી, માવજીભાઈ મહેશ્વરી, હુસેન રાયમા, રાજેશભાઈ આહિર, જિલ્લા પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, રમેશ ગરવા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોટડા (જ.) ખાતે હિરક જયંતિ મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.