કોંગ્રેસના ધારાસભ્ય રીસોર્ટમાંથી ગાયબ જો કે એક દિલ્હીમાં હોવાની સ્પષ્ટતા

નવી દિલ્હી : કર્ણાટકમાં ચાલી રહેલા નાટકમાં નવા નવા ટવીસ્ટ સતત સામે આવવા પામી રહ્યા છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામા આવી રહ્યા છે ત્યારે કોંગ્રસે પોતાના ધારાસભ્યોને એક રીસોર્ટમાં સાચવી રાખ્યા છે પરંતુ એકાએક જ ગત રાત્રીના કોંગ્રેસના બે ધારાસભ્ય રીસોર્ટમાંથી ગાયબ થઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે. પ્રતાપસિંહ ગૌડા અને આનંદસિંહ ગાયબ થયાની વાત હતી. જે અનુસાર આનંદસિંહ દિલ્હીમાં હોવાનુ મનાય છે અને તેઓ કોંગ્રેસના સાથે જ હોવાનો દાવો કોંગ્રસે કર્યો છે.