કોંગ્રેસના ધારાસભ્યોનું ફરી સ્થળાંતર

બેંગ્લોર : એકતરફ આજ રોજ સુપ્રીમકોર્ટમાં યેદીયુરપ્પાની અગ્નિકસોટી ચાલી રહી હતી ત્યારે બીજીતરફ હોર્સટ્રેડીંગથી બચવા કોંગ્રેસ બચાવમોડમાં હોય તેમ તેઓના ધારાસભ્યોના સ્થાળંતર કરતુ જોવા મળી આવ્યુ હતુ. ગત મોડી રાત્રે બેંગ્લોરથી હૈદરાબાદ આ તમામ ધારાસભ્યોને ૩ બસમાં હૈદરાબાદની તાજ ક્રીષ્ના હોટેલમાં સિફટ કરવામા આવ્યા હતા.