કોંગ્રેસના ગઢ સિદ્ધપુરમાં મોટુ ગાબડુ : પ૦ સરપંચો ભાજપમાં જોડાયા

સીએમની ઉપસ્થિતીમાં ગૌરવયાત્રા ટાંકણે કોંગ્રેસને મોટો ઝટકો : તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલીકા અને સરપંચોએ ધારણ કર્યાર્ કેસરીયો ખેસ

 

અમદાવાદ : ગુજરાતમાં વીધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે આજ રોજ સિદ્ધપુર કે જે ગુજરાતમાં કોંગ્રેસનો ગઢ માનવામા આવે છે તેમાં મોટુ ગાબડુ પડવા પામી ગયુ છે. આમામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ ગુજરાત ગોરવ યાત્રામાં સીએમની હાજરીમાં સિદ્ધપુરના જિલ્લા પંચાયતના ચાર સદસ્યો, તાલુકા પંચાયતા, નગરપાલીકાના તથા પ૦ ગામના સરપંચોએ કોંગ્રેસને બાય બાય કરી અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. એપીએમસીના પણ કોંગ્રેસના સદસ્યો ભાજપમાં જોડાયા છે. તાલુકા પંચાયતના ૧૬-નગરપાલિકાના નવ સદસ્યો કોંગ્રેસ છોડી દીધી છે.