કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષશ્રી કુંવરજીભાઈ ગૌર ફરમાવે ભ્રષ્ટાચારની કેસમાં પાંચ વર્ષની સજા પામેલ તે છે ગાંધીધામ શહેર પ્રમુખ સમીપ જોષી જેવા નેતાઓથી કચ્છમાં કોંગ્રેસ કાઢશે કાઠું?

સાબરમતી જેલની હવા સાથે રીંગણાનું શાક અને રોટલા ખાઈ જામીન મુકત બનેલ સમીપને આગળ કરીને ‘અમિત શાહના પુત્રના ભ્રષ્ટાચારના મુદાને ઉછાળનાર કોંગ્રેસ ગાંધીધામના પ્રમુખ સમીપ જાષીના ભ્રષ્ટાચારના કેસ મુદે અરીસામાં મો જુએ..’નું પ્રજાજનો નહી પરખાવે રોકડું..? : પ્રબુદ્ધવર્ગની ટકોર હું..તુ..ફઈ..અને રતનીયો..વાળા જ માત્ર અને માત્ર સરકારની સામેના વાંજીયા વિરોધના લીધે ચર્ચામાં રહ્યા ઉપરાંત આ સમીપની પંજા પક્ષે કોઈજ નથી રહી મોટી સિદ્ધી :ખુદની નગરપાલિકાની ચુંટણીમાં બુરીવલ્લે થઈ હતી..કારમી હારનો સ્વાદ ચાખેલ પ્રમુખ ધારાસભ્યની ચૂંટણી જીતાડશે ?
બોલો આવા પ્રમુખના ઓઠા હેઠળ કોંગ્રેસને જીતવુ છે..?

 

ગાંધીધામ : કચ્છમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ આતંરીક રીતે ગરમ થવા પામી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ કચ્છની લટાર તેજ બનાવી રહ્યા છે. ભાજપના નેતાઓા ધાડેધાડા આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પણ દિગ્ગજ અને કાર્યકારી અધ્યક્ષ આજે કચ્છના પ્રવાસે છે ત્યારે પ્રબુદ્ધવર્ગમાથી કોંગ્રેસ બાબતેના આંતરીક ગણગણાટસામે આવવા પામી રહ્યો છે. કચ્છમાં આજે પણ કોંગ્રેસ તરફી વિશાળ વોટબેંક છે. પરંતુ કોંગ્રેસ દ્વારા કયાંક ધંધાકીય સેટીંગબાજને કમાન સોપી દેવામા આવી છે તો કયાંક ભ્રષ્ટાચારના કેસોમાં સજાપાત્ર રહેલા હોય તેવા ભ્રષ્ટાચારીઓને સુકાન સોપી દીધા છે. આવામાં પ્રજાને કોંગ્રેસ તરફ આવવુ હોય તો પણ બેરીયર સમાન અવસ્થા ઉભી થવા પામી રહી છે. કાર્યકારી અધ્યક્ષ કુંવરજી ભાઈ બાવળીયા આજે જયારે ક્ચ્છના પ્રવાસે છે ત્યારે તેઓએ અહીથી જરૂર એ અભ્યાસ કરવાની જરૂરી છે કે ગાંધીધામમાં ભ્રષ્ટાચારના કેસમાં સજા ભોગવી ચુકેલા અને જામીન પર મુકત થયેલા સમીપ જાષી જેવા ચહેરાઓને સુકાન આપીને આગળ કરવામા આવી રહ્યા છે કોંગ્રેસમાં તો શું અહીની શિક્ષીત પ્રજા કોંગ્રેસને મત આપશે ખરી? શું આવા સમીપ જાષી જેવાઓને આગળ કરી અને કચ્છમાં કોંગ્રેસ કાઠું કાઢી શકશે ખરી?સાબરમતી જેલની હવા સાથે રીંગણાનું શાક અને રોટલા ખાઈ જામીન મુકત બનેલ સમીપને આગળ કરીને ‘અમિત શાહના પુત્રના ભ્રષ્ટાચારના મુદાને ઉછાળનાર કોંગ્રેસ ગાંધીધામના પ્રમુખ સમીપ જાષીના ભ્રષ્ટાચારના કેસ મુદે અરીસામાં મો જુએ..’નું પ્રજાજનો નહી પરખાવે રોકડું..?સમીપ જાષીની કોંગ્રેસ તરફેની આગેવાનીમાં ગાંધીધામ નગપાલિકામાં ભાજપની અગાઉ કયારે ન હોતી તેવી ઐતિહાસીક જીત થવા પામી છે..? તે શું સૂચવે છે? શહેર પ્રમુખની જ તે બેદરકારી ન ગણાય તો કોની ગણવી? પેટાચૂંટણીમાં પણ ગાંધીધામ નગરપાલીકામાં આ જ મહાશયની આગેવાનીમાં કોંગ્રેસનું થઈ ગયુ કચ્ચરઘાણ એટલુ જ નહી પરંતુ ખુદ કોંગ્રેસની શહેરની પેટાચૂંટણીમાં મળતી હતી બબ્બે સમીતીઓ..? હું..તુ..ફઈ..અને રતનીયો..વાળા જ માત્ર અને માત્ર સરકારની સામેના વાંજીયા વિરોધના લીધે ચર્ચામાં રહ્યા ઉપરાંત આ સમીપની પંજા પક્ષે કોઈજ નથી રહી મોટી સિદ્ધી. અહી નોધનીય વાત તો એ છે કે આજે પણ ગાંધીધામવાસીઓ પંજા તરફે વળવા માંગે છે..પરંતુ ભ્રષ્ટાચારી પ્રમુખવાળા પક્ષને શીક્ષીત પ્રજા કયાથી સ્વીકારે? ગાંધીધામ સંકુલ વેપારી-ઉદ્યોગપતીઓ અને શિક્ષીત જગતનો વોટબેંક છે. આ પ્રજા તો ભ્રષ્ટાચારીને જરા સહેજ પણ ન સ્વીકારે. આ બાબતે કોંગ્રેસના પ્રભારીઓ અને કાર્યકારી અધ્યક્ષ સહિતના મોભીઓએ કચ્છ વ્યાપી અભ્યાસ કરી અને ધ્યાને લેવી ઘટે તેમ જાણકારો માની રહ્યા છે.