કૉફીનો કપ ઉપાડમાવામાં પણ ‘સિંઘમ’ને પડી રહી છે મુશ્કેલી, ઇલાજ માટે જવું પડી શકે છે જર્મની

બોલિવુડ અભિનેતા અજય દેવગણ અત્યારે ફિલ્મ ‘ટોટલ ધમાલ’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન સતત ટાઇટ શેડ્યૂલનાં કારણે અજય દેવગનને સખત દુ:ખાવો થયો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અજય દેવગનને ટેનિસ એલ્બોની ફરિયાદ છે. આના ઇલાજ માટે તેમણે જર્મની જવું પડી શકે છે.

અજયને જર્મનીમાં ઇલાજ કરાવવાની સલાહ તેના કૉ-સ્ટાર અનિલ કપૂરે આપી છે. કેટલાક દિવસથી તે આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ટેનિસ એલ્બોને કારણે અજયને એટલી તકલીફ થાય છે કે તે કૉફીનો કફ પણ ઉઠાવી શકતો નથી. આવામાં શૂટિંગ કરવું પણ મુશ્કેલ છે.

ટેનિસ એલ્બોને Lateral Epicondylitis પણ કહેવામાં આવે છે. આ સમસ્યાથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકર પણ પરેશાન રહ્યા હતા. આ સમસ્યામાં કોણીમાં ભયંકર દુ:ખાવો થાય છે. કોણીનાં હાડકા અને માંસપેશિયો પર વધારે પડતો દબાવ થવાથી આ સમસ્યા થાય છે.

ઉલ્લેખનીય છે કે ‘ટોટલ ધમાલ’ ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી 18 વર્ષ પછી સાથે જોવા મળશે. બંનેએ શનિવારથી આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં શુરૂ કરી દીધું છે.