કે.પી.કે.એસ.ના પ્રતિનિધી મંડળે પોંડીચેરી રાજયના ગર્વનર કિરણ બેદીની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીધામઃ કંડલાપોર્ટ કર્મચારી સંઘ ઈન્ટુકનું એક પ્રતિનિધીમંડળ યુનિયનના પ્રમુખ મોહનભાઈ આસવાણીની આગેવાની હેઠળ જયારે ઈન્ટુકપોર્ટ ફેડરેશનના ૯માં રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા ગયેલ ત્યારે પોંડીચેરી રાજયના ગવર્નર કિરણ બેદીની શુભેચ્છા મુલાકાત તા.૩૦-૦૮-૧૭ના રોજ લીધેલ.મોહનભાઈ આસવાણીએ જણાવેલ કે કચ્છમાંથી ૮ પુરુષો અને ૬મહિલાઓના ગ્રુપને પોંડીચેરી ખાતે આવકારતા ગર્વનરે તેમની સાથે લગભગ ૧પ-ર૦ મીનીટ સુધી હર્ષોલ્લાસ સાથે વાતચીત કરતા જણાવેલ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવા સફેદ રણના પ્રદેશમાં આભલા ભરતના કપડા પહેરવાના આદી એવા લોકોને પોંડીચેરી ખાતે રૂબરૂ મળવાનું થતા તેમણે ખુબજ આનંદની લાગણી વ્યકત કરી ખેલદીલીથી આ પ્રતિનિધીમંડળની યુનિયનની પ્રવૃતિઓ, કામદાર કલ્યાણ યોજનાઓ, મહિલાઓની ઉપસ્થીતિમાં મહિલાઓ દ્વારા કરવામાં આવતી સામાજીક પ્રવૃતિઓ વિશેપણ માહિતી મેળવેલ યુનિયનના પ્રમુખ મોહનભાઈ આસવાણીએ ગવર્નર મા.કીરણબેદીનો આભાર માનતા તેમને આવનારા સમયમાં કચ્છ દર્શન માટે આવવા વિનંતી કરતા જણાવેલ કે જા આપ કચ્છની મુલાકાત લ્યો તો કંડલા પોર્ટની પણ મુલાકાતે અવશ્ય પધારો જેથી કેન્દ્ર સરકારના એક મહત્વના મહાબંદરગાહો કે જેની રચના ભારત સરકારે આઝાદી બાદ કરાંચી બંદરગાહની સામે મહત્વનો દરિયા કાંઠો કંડલા પોર્ટ ખાતે વિકસિત કરેલ છે તેનું પણ પ્રત્યક્ષ વિહંગાવલોકન કરી શકાય ત્યારબાદ મા.ગવર્નરે પ્રતિનિધીમંડળ સાથે ગ્રુપ ફોટો અને વ્યÂક્તગત ફોટા પાડવાની પણ સહમતી આપતા પ્રતિનિધીમંડળે હર્ષની લાગણી સાથે એક નવો અનુભવ મળવાનો લાભ મળેલ તેવું યુનિયનના પ્રમુખો વર્ષે રાણાભાઈ વિસરીયા તથા કિરીટભાઈ ધોળકીયાએ જણાવેલ.