કેરા-બળદિયા પાસે ર.૯ તીવ્રતાનો આવ્યો આંચકો

ભુજ : કચ્છમાં જિલ્લામાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવતા હોય છે. સામાન્ય રીતે વાગડ વિસ્તારમાં રોજિંદા ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. તો ઘણી વખત ભુજના ખાવડા વિસ્તારમાં ધરા ધ્રુજતી હોય છે. આ વચ્ચે આજે પટેલ ચોવીસીના કેરા-બળદિયા વિસ્તારમાં ર.૯ તીવ્રતાનો આંચકો અનુભવાયો હોવાની વિગતો સપાટી પર
આવી છે.ગાંધીનગર સિસ્મોલોજી કચેરીથી મળતી વિગતો પ્રમાણે આજે મધ્ય રાત્રિએ ૦૧ઃ૪ર કલાકે ભુજથી રર કિ.મી. દૂર કેરા-બળદિયા પાસે ર.૯ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જમીનમાં ૧ર.૯ મીટરની ઉંડાઈએ આ આંચકો અનુભવાયો હતો. પટેલ ચોવીસીના આ વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ અનુભવાતા આંશિક ફફડાટ પણ જોવા મળ્યો હતો.