કેરળના વાવાઝોડાથી કચ્છમાં એલર્ટના આદેશ : કંડલામાં ૧ નં.નું સિગ્નલ લગાડાયુ

લક્ષદ્વીપ-કેરળના દરીયાકાંઠે ભારે વરસાદની વકી સાથે અન્ય દરીયાઈ વિસ્તારોને સાબદા રહેવાના અપાયા આદેશ : થન્ડરસ્ટોર્મ ત્રાટકવાની વકી સામે તંત્રનેક રાયા સતર્ક : હાલે કચ્છ માટે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી : રાકેશકુમાર (ભુજ હવામાન વિભાગ)

ગાંધીધામ / ભુજ : અરેબીયન દરીયામાં થન્ડરસ્ટોર્મની સ્થિતીની વકી સાથે કેરલ સહિતના વિવિધ રાજયોના દરીયાઈ-કાંઠાળ પટ્ટામાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકવાની વકી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામા આવી છે જેને પગલે ગુજરાતના દરીયાઈ વિસ્તારને પણ એલર્ટ રહેવાનુ જણાવી દેવાયુ હોવાના અહેવાાલે પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આગામી ૧૬મી માર્ચ સુધીમાં કેરલ અને લક્ષદ્વીપમાં થન્ડરસ્ટોર્મ ત્રાટકી શકવાની સંભાવનાઓ સેવાઈ છે ત્યારે કચ્છના તંત્રને પણ સાબદા રહેવાની જાણ કરાઈ છે.
જેના પગલે દેશના મહાબંદરો પૈકીના એક એવા કંડલા દીનદયાલ પોર્ટમાં પણ એક નંબરનું અગમચેતીના ભાગરૂપેનું સિગ્નલ લગાડવાની તજવીજ હાથ ધરવામા આવી રહી છે. એક નંબરના સિગ્નલ લાગવાથી દરીયો રફ બની શકે છે, અતિ તેજ ગતીએ પવન ફુંકાઈ શકે છે તેવી હોવાથી માછીમારોને ધરીયો ન ખેડવાની સહિતના સંકેતો પણ આપવામા આવતા હોય છે. ડીપીટી કંડલા પ્રસાસન દ્વારા એલર્ટ જાહેર કરતુ એક નંબરનું સિગ્નલ લગાવવાની તજવીજ આ લખાઈ રહ્યુ છે ત્યારે ચાલી રહી છે.
આ બાબતે ભુજ હવામાન વિભાગના રાકેશકુમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે હિન્દ મહાસાગરમાં ડિપ્રેશન સર્જાયું છે અને તે અરબસાગરમાં પહોંચ્યા બાદ સાયકલોનમાં ફેરવાય તો કચ્છને અસર પડી શકે છે. જોકે હાલની સ્થિતિએ કચ્છ સંદર્ભે કાંઈ કહેવું શકય નથી.