કેરળના કોચ્ચિન શિપયાર્ડમાં બ્લાસ્ટઃ ૪નાં મોત, ૧૩ ઈજાગ્રસ્ત

કોચ્ચિઃ કેરળના કોચ્ચિન શિપયાર્ડમાં વિસ્ફોટ થતાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે ૧૩ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. હાલ તો આ વિસ્ફોટ કઈ રીતે થયો, તે અંગે કોઈ જ જાણકારી મળી નથી. જો કે પ્રાથમિક વિગત મુજબર્નું ONGC સાગર ભૂષણ નામનું આ શિપ સમારકામ માટે કોચ્ચિન શિપયાર્ડ લવાયું હતું. આ દરમિયાન વોટર ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ અહીં આગ લાગી ગઈ હતી, જેના પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરાયાં છે. ઘટનાસ્થળે બચાવ દળના સભ્યો પહોંચી ગયા છે.