કેમ્બ્રિજ એનાલિટિકાનું કામકાજ બંધ

ન્યુયોર્ક : ફેસબુક ડેટા લીક કાંડ બાદ વિવાદોમાં સપડાયેલી બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ તેનું તમામ કામકાજ તત્કાળ અસરથી બંધ કરી દેવાની જાહેરાત કરી છે. કંપનીએ બ્રિટન અને અમેરિકામાં પોતાને દિવાળીયું જાહેર કરવાનું આવેદન આપવાની પણ જાહેરાત કરી છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે વ્યવસાયમાં ટકી રહેવાની કોઈ જ શક્યતા નથી. કંપની પર ફેસબુકના કરોડો યૂઝર્સની ખાનગી જાણકારીનો દુરૂપયોગ કરવાનો આરોપ છે.કેમ્બ્રિજ એનાલિટિકા બ્રિટનની એક મોટી ડેટા એનાલિસિસ ફર્મ છે. તે સૌપ્રથમવાર ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેને અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડૉનાલ્ડ ટ્રમ્પ માટે કામ કર્યું હતું. ૨૦૧૬માં એમેરિકાની ચૂંટણીમાં ડૉનાલ્ડ ટ્રમ્પની જીતનું શ્રેય કેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવ્યું હતું. કેમ્બ્રિજ એનાલિટિકા એક સરકારી અને સૈન્ય કોંટ્રાક્ટ જીઝ્રન્ ગ્રુપનો ભાગ છે, જે ખાદ્ય સુરક્ષા અનુસંધાનને લઈને રાજનૈતિક બાબતો પર કામ કરે છ.